લેફ્ટ,રાઈટ અને સેન્ટર બધી જ જગ્યાએ દુષ્કર્મ,દેશમાં આ શું થઈ રહ્યું છે? : સુપ્રિમ કોર્ટ

0
28

ન્યુ દિલ્હી,તા.૭
પહેલાં બિહારના મુઝફ્ફરપુર અને ત્યારપછી ઉત્તર પ્રદેશના દેવરિયામાં શેલ્ટર હોમ રેપ કેસ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરપુર કેસ પર મંગળવારના રોજ બિહાર સરકારની બરાબર ઝાટકણી કાઢી છે. આ દરમ્યાન દેવરિયા શેલ્ટર હોમની છોકરીઓની સાથે થયેલા દુષ્કર્મનો પણ ઉલ્લેખ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશભરમાં આ શું થઇ રહ્યુ છે. લેફ્ટ, રાઇટ અને સેન્ટર બધી જ જગ્યાએ રેપ થઇ રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો નો હવાલો આપતા કહ્યું કે દર છ કલાકમાં એક છોકરી પર દુષ્કર્મ થઇ રહ્યું છે. દેશભરમાં વર્ષમાં ૩૮૦૦૦થી વધુ દુષ્કર્મ થઇ રહ્યાં છે. દેશમાં સૌથી વધુ રેપ મધ્યપ્રદેશ અને બીજા નંબર પર યુપી છે.
સુપ્રીમ કોર્ટે નીતીશ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે રાજ્ય સરકાર ૨૦૦૪થી તમામ શેલ્ટર હોમને પૈસા આપી રહી છે, પરંતુ તેમને ખબર જ નથી કે ત્યાં શું થઇ રહ્યું છે. તેમણે કયારેય ત્યાં નિરીક્ષણ કરવાની જરૂરિયાત સમજયા નથી. એવું લાગે છે કે આ ગતિવિધિઓ રાજ્ય પ્રાયોજિત છે. આ વિચારવાનો વિષય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુઝફ્ફરપુરવાળી એનજીઓ એકલી નથી, જ્યાં આ પ્રકારના આરોપો સામે આવ્યા છે. એનજીઓ એ પોતાના રિપોર્ટમાં રાજ્ય સરકારના ફંડથી ચાલી રહેલા આવી ૧૫ સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે, જે તપાસના દાયરામાં આવી છે. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે બિહાર શેલ્ટર હોમ રેપ કેસમાં અપર્ણા ભટ્ટને એમિકસ ક્્યુરી (ન્યાય મિત્ર) તરીકે નિમણૂક કરી રાખી છે. એમિક્સે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પીડિત છોકરીઓનું કાઉન્સેલિંગ થઇ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં એમ પણ કહ્યું કે આટલી મોટી ઘટના બાદ પણ અધિકારીઓએ તપાસ મોડી શરૂ કરી. એમિક્સ ફ્યુરીએ કહ્યું કે હજુ સુધી કોઇને વળતર મળ્યું નથી. એક છોકરી હજુ પણ ગુમ છે અને ત્યાં સ્થિતિ ગંભીર છે. એડવોકેટ અપર્ણા ભટ્ટે કોર્ટમાં એમ પણ કહ્યું કે ત્યાં સ્થિતિ ગંભીર છે. સુપ્રીમ કોર્ટે કેસમાં તપાસ કરી રહેલાં અધિકારીઓને પૂછયું કે શું ત્યાં તપાસ કરી રહ્યાં છો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY