અમેરિકાએ એચ૧-બી વિઝા આપવાની સંખ્યા ૬૫ હજાર સુધી સીમિત કરી

0
7

વાશિંગ્ટન,તા.૬
અમેરિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે ભારતીયો, પ્રોફેશનલ્સ સહિત વિદેશી નાગરિકોનેH1-B વિઝા આપવાની સંખ્યા ૬૫,૦૦૦ સુધી સીમિત કરી દીધી છે. H1-B એક નોન-ઇમિગ્રન્ટ્‌સ વિઝા છે જે અમેરિકન કંપનીઓના વિદેશી કર્મચારીઓને ખાસ કરીને ટેકિનક્લ નિષ્ણાતોને નોકરી આપવાની મંજૂરી આપે છે. આઇટી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે આ વિઝા પર નિર્ભર રહે છે.
આ વિઝાની એપ્લિકેશનને મંજૂરી આપતી ફેડરલ એજન્સી યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે કોંગ્રેસ દ્વારા એચ૧-બી વિઝા માટે સીમિત કરવામાં આવેલી ૬૫,૦૦૦ની સંખ્યા માટે પર્યાપ્ત એÂપ્લકેશન મળી ગઇ છે. નાણાકીય વર્ષ ૧ ઓક્ટોબર ૨૦૧૯થી શરૂ થશે અને USCIS ને ૧ એપ્રિલથી વિઝા એÂપ્લકેશન મળવાની શરૂઆત થઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY