લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર જીએસટીમાં ફેરફાર કરી વેપારીઓને રાહત આપશે

0
17

સીંગલ પેઇજ રીટર્નની જાગવાઇ
ન્યુ દિલ્હી,તા.૨૪
લોકસભા ચૂંટણી-૨૦૧૯ પહેલાં વેપારીઓની નારાજગી દૂર કરવા માટે જીએસટીને વધુ સરળ બનાવવામાં આવી શકે છે. રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાની સાથે સાથે જીએસટી કાયદાની વિવાદિત જાગવાઈઓમાં સંશોધનો સહિત અનેક એવા પગલાં ઉઠાવવામાં આવી શકે છે જેનાથી નાના અને મધ્યમ વેપારીઓને પડી રહેલી મુશ્કેલીનું નિવારણ લાવી શકાય.
સૂત્રોએ કહ્યુ કે આવનારા થોડા મહિઓમાં અનેક એવા ઉપાયો જાવા મળી શકે છે જેનાથી જીએસટીનું અનુપાલન અત્યંત સરળ બની જશે અને તેમાં સૌથી મહત્વપૂર્ણ પગલું સિંગલ પેઈઝનું જીએસટી રિટર્ન હશે. જીએસટી કાઉન્સીલ તેના પર આગામી બેઠકમાં સત્તાવાર મહોર લગાવી શકે છે. ત્યારબાદ જીએસટી કાયદાની વિવાદિત જાગવાઈઓમાં સંશોધન પર જાર આપવામાં આવશે. રિવર્સ ચાર્જ મિકેનિઝમ આવી જ એક જાગવાઈ છે જેને લઈને વેપારી અને ઉદ્યોગ જગતે ચિંતા વ્યક્ત કરી છે. ક્ધફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રિય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કÌšં કે વેપારીઓની પહેલી સમસ્યા ઈ-વે બિલ સંબંધિત છે, તે આસાનીથી જનરેટ થઈ રહ્યો નથી. બીજી સમસ્યા એચએસએન કોડની છે કેમ કે ઘણા વેપારીઓને હજુ આ અંગેની જાણકારી નથી. ત્રીજી સમસ્યા ટેક્સ રેટને લઈને છે. ઘણા વેપારીઓને અમુક ચીજાને લઈને હજુ પણ ભ્રમ વ્યાપેલો છે. ચોથી સમસ્યા જીએસટી પોર્ટલની છે કેમ કે પોર્ટલ પર અમુક ચીજા અપલોડ થાય છે તો અમુક રહી જાય છે. પાંચમી મુશ્કેલી રિટર્નની જટિલતા છે. જીએસટી લાગુ થયા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર્ સહિત અનેક જગ્યાએ વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આવામાં સરકારનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પહેલાં વેપારીઓની મુશ્કેલી દૂર કરવા પર રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY