ન્યુ દિલ્હી,તા.૨૯
જા તમે મોબાઈલ એપના માધ્યમથી કેબ બુક કરાવી છે અને છેલ્લી ઘડીએ ડ્રાઈવરે આવવાની ના કહી તો પરેશાન થવાની જરૂર નથી. દિલ્હીના કેજરીવાલ સરકાર એક નવી નીતિ લાવી રહી છે. જેનાપર અમલ થતા જા કોઇ કેબ ડ્રાઈવર છેલ્લી ઘડીએ જા કોઇ ડ્રાઇવર આવવાની ના કહેશે તો કેબ કંપની પર ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવશે.
કેજરીવાલ સરકાર જે નીતિ બનાવી રહી છે તે અનુસાર જા કોઈ યાત્રી ડ્રાઈવરે કરેલા ખરાબ વ્યવહારની ફરિયાદ કરશે તો આ ફરિયાદ સીધી પોલીસ પાસ જશે. આવુ કંપની નહી કરે તો તેના પર સીધો ૧ લાખનો દંડ ફટકારવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર લાયસન્સ એન્ડ રેગ્યુલેશન એપ બેસ્ડ એગ્રીગેટર નિયમ મુજબ ૨૦૧૭ અને સિટી ટેક્સી સ્કીમ ૨૦૧૭ પીડબ્લ્યૂડી મંત્રી સત્યેન્દ્ર જૈનની અધ્યક્ષતામાં બનાવવામાં આવશે. આશા છે કે પેનલ જલ્દીથી આ નીતિને અંતિમ રૂપ આપવામાં આવશે. ત્યારબાદ તેને દિલ્હીની કેબીનેટમાં પાસ કરવામાં આવશે.
પરિવહન વિભાગના એક અધિકારી મુજબ લોકોને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે કેબ સર્વિસ એક મોટું એકમ છે. આવામાં એ કેબ સર્વિસના સંચાલક માટે નવા નિયમો બનાવવાની જરૂર પડશે. એકવાર આ નવા નિયમ લાગૂ થતા એપના માધ્યમથી કેબ ચલાવનાર કંપનીઓ દિલ્હીમાં ઓપરેટ કરતા પરિવહન વિભાગ પાસે લાયસન્સ લેવાનું રહેશે.
કેબ કંપનીઓ ૨૪ કલાક અને સાત દિવસ એક કોલર સેન્ટર ચલાવવાનું રહેશે. કેબનો લાઈવ જીપીએસ ડેટા પરિવહન વિભાગને તેમજ કન્ટ્રોલ સેન્ટરમાં મોકલવાનો રહેશે. નવી કેબ નીતિના કારણે મુસાફરોના ડેટા સુરક્ષિત થશે. નવી નીતિ મુજબ તમામ ગાડીમાં એક પેનિક બટન હશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



