ન્યુ દિલ્હી,તા.૨૯
તારિક અનવરે પાર્ટીમાંથી રાજીનામું આપતા એનસીપી અધ્યક્ષ શરદ પવારની વિશ્વસનિયતા પર અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. તારિક અનવરના રાજીનામાં બાદ મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા અને અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ મુનાફ હકીમે પણ એનસીપીમાંથી રાજીનામું આપ્યુ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે નેતાઓને સાઈડલાઈન કરવામાં આવતા નેતાઓ એનસીપી છોડી રહ્યા છે. મુનાફ હકીમ તારિક અનવરની જેમ રફાલ ડીલ મામલે શરદ પવનારના નિવેદનથી નારાજ થયા છે. શરદ પવાર કોઈપણ મુલ્યોનો અભ્યાસ કર્યા વગર મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન આપી રહ્યા છે.
એનસીપીના કેટલાક નેતાઓનો આરોપ છે કે, એનસીપી ભાજપની એજન્ટ બનીને કામ કરી રહી છે. શરદ પવારની બેવડી નીતિના કારણે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતમાં એનસીપી એકલા હાથે ચૂંટણી લડી હતી. જેના કારણે કોંગ્રેસને ગુજરાતમાં નુકસાન થયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



