ન્યુ દિલ્હી,તા.૧૦
દિલ્હીંમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર ડ્રાઇવીંગ લાયસન્સ, મેરેજ સર્ટિફિકેટ સહિતની ૪૦ જેટલી સેવાઓ લોકોના ઘરે આવીને આપશે એટલે કે લોકોને ઘેર બેઠા આ સેવાઓનો લાભ મળશે. આ સેવાનો આજથી દિલ્હીમાં પ્રારંભ થયો છે. આ વર્ષની શરૂઆતમાં કેજરીવાલની સરકારે આ ડુરસ્ટેપ ડિલીવરી સેવાનો પ્રસ્તાવ કર્યો હતો અને દિલ્હીના લેફટનન્ટ ગવર્નર અનિલ બઇજલ પર એવો આરોપ લગાવ્યો હતો કે, તેઓ આ સેવાઓને રોકી રહ્યા છે.
જા કે, પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે ૪ જુલાઇના રોજ દિલ્હી રાજ્યનાં વહીવટ માટે કેટલા નિયમો-ધારાધોરણો બનાવ્યા હતા અને કેજરીવાલને આ યોજનામાં આગળ વધવાનો રસ્તો મોકળો કર્યો હતો. ગયા મહિને અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યં હતું કે, લોકોને ઘેર બેઠા સેવાઓ મળતી થશે અને એ રીતે વહીવટીતંત્રમાં એક નવી ક્રાંતિ આવશે. ભ્રષ્ટાચારને મોટો ઝટકો પડશે. વિશ્વમાં પહેલી વખત આવું બની રહ્યું છે.
અરવિંદ કેજરીવાલની સરકારે એવો દાવો કર્યો હતો કે, દિલ્હીના કોઇ પણ નાગરિકને હવે આ ૪૦ સેવાઓ માટે લાઇનમાં ઉભુ રહેવુ નહી પડે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





