ઇતિહાસ જૂનો થઇ ગયો.. ભવિષ્ય રહસ્ય છે, સેલ્યુટ છે કોહલીનેઃ શાસ્ત્રી

0
10

સિડની,તા.૭
ભારતે ૭૧ વર્ષ પછી આૅસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળતા મેળવી છે. કપ્તાન વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતે આૅસ્ટ્રેલિયાને ૨-૧થી હાર આપી હતી. જ્યારે ચોથી મેચમાં વરસાદને કારણે આ મેચ ડ્રો સાબીત થઇ હતી. જાકે ભારતે શ્રેણીની પ્રથમ અને ત્રીજી મેચ જીતવામાં સફળતા મેળવી હતી. જ્યારે પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતને હાર મળી હતી. સાથે જ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ વરસાદને કારણે ડ્રો સાબીત થઇ હતી.
સિડની ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતે ૬૨૨ રન બનાવ્યા હતા. જેની સાથે જ નક્કી થઇ ગયું હતું કે ભારતને આ શ્રેણી જીતવાથી કોઇ અટકાવી નહીં શકે. જાકે આ અંતિમ મેચ વચ્ચે વરસાદ પડ્યો હતો. જાકે તેની કોઇ ખાસ અસર ભારતને શ્રેણી જીતવા પર પડી નહીં, કારણકે શ્રેણીની શરૂઆતથી જ ભારતનું પ્રદર્શન શાનદાર સાબીત થયું હતું. મેચ પૂર્ણ થયાની સાથે જ કપ્તાન વિરાટ અને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ઘણાખરા દિલચસ્પ સવાલ-જવાબ સાંભળવા મળ્યા હતા. ત્યારે આવા જ એક સવાલના જવાબમાં શાસ્ત્રીએ વિરાટને સેલ્યૂટ કર્યું હતું.
જ્યારે એક પત્રકાર દ્વારા શાસ્ત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે લાલા અમરનાથ, સુનીલ ગાવસ્કરથી લઇ સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની જેવા સારા કપ્તાને આૅસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો, પરંતુ જીત વિરાટને જ મળી. તમારું આ વિશે પર શું કહેવું છે ? જેના જવાબમાં રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ઇતિહાસ જૂનો થઇ ગયો છે, ભવિષ્ય રહસ્ય છે. આપણે ૭૧ વર્ષમાં પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીત્યા છીએ અને એટલા માટે જ હું ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને સેલ્યુટ કરું છું. જેમના નેતૃત્વ હેઠળ આપણે આૅસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવવામાં સફળ થયા છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY