પંડિત રવિશંકરના હતાં પ્રથમ પત્ની સૂરબહાર વાદક અન્નપૂર્ણા દેવીનું ૯૧ વર્ષની વયે નિધન

0
7

મુંબઈ,તા.૧૩
ભારતીય શાસ્ત્રીય સંગીતના અજાડ ઉપાસક અને સિતાર, સરોદ, સૂરબહાર, બિન ઇત્યાદિ વાજિંત્રોના અદ્વિતીય પ્રસ્તુતકર્તા શ્રીમતી અન્નપૂર્ણાદેવીનું આજે સવારે નિધન થયું હતું.
ટોચના બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા, ડાક્ટર સુનીલ શાસ્ત્રી, નિત્યાનંદ હલદીપુરકર વગેરે કલાકારોના ગુરુ એવા અન્નપૂર્ણા દેવી આવરદાના નવમા દાયકામાં હતાં અને છેલ્લાં થોડા સમયથી પથારીવશ હતાં. શિષ્યોમાં પૂજ્ય મા તરીકે તેઓ ળખાતા્‌ં હતાં.
મૈહર ઘરાનાના એક અને અપ્રતીમ સ્વર સાધક ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબનાં પુત્રી એવાં અન્નપૂર્ણા દેવીનાં લગ્ન ઉસ્તાદજીના પ્રથમણ હરોળના શિષ્ય અને પાછળથી જગવિખ્યાત
સિતારવાદક બનેલા પંડિત રવિશંકર સાથે થયાં હતાં. આરંભે બંને સાથે સ્ટેજ પર સંગીત રજૂ કરતાં હતાં. કેટલાક લોકોને એમ લાગતું હતું કે પંડિતજી કરતાં પૂજ્ય મા વધુ સરસ રીતે સિતાર વગાડે છે. પરિણામે પંડિત રવિશંકરનો અહંક્લેશ થયો હતો અને એમણે પોતાના ગુરુ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનને ફરિયાદ કરી હતી. પતિનો અસંતોષ જાઇને ખુદ માએ જાહેરમાં સિતાર સરોદ વાદન કરવાનું બંધ કર્યું હતું અને એ રીતે કળિયુગનાં સતી બની રહ્યાં હતાં. પંડિત રવિશંકરથી એમને એક પુત્ર થયો હતો જે કિશોર વયે પિતાની પાસે ગયો હતો અને અમેરિકામાં જ એનું અકાળ અવસાન થયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY