એસબીઆઈમાં હવે બીજાના ખાતામાં પૈસા જમા નહીં કરી શકાય

0
23

ન્યુ દિલ્હી,તા.૧૦
બેન્ક ખાતામાં વધતા ભ્રષ્ટાચારના કારણે ભારતીય સ્ટેટ બેન્કે ખાતાંને વધુ સુરક્ષિત કરવા સખત પગલું ભર્યું છે. હવે કોઇ બીજી વ્યક્તિ કોઇ પણ બેન્ક ખાતામાં પૈસા જમા નહીં કરાવી શકે, જેનું ખાતું હશે તે જ પોતાના ખાતામાં પૈસા જમા કરી શકશે.
નોટબંધી દરમિયાન ઘણા બધા લોકોના ખાતામાં વધુ પૈસા જમા થતાં આયકર વિભાગે આ અંગેની જાણકારી માગી તો મોટા ભાગના લોકોનું કહેવું હતું કે તેમને ખબર નથી કે આ પૈસા તેમના ખાતામાં કેવી રીતે આવ્યા, આ રૂપિયા તેમના નથી. આયકર વિભાગે ત્યારબાદ બેન્કોને એવો નિયમ બનાવવાનું સૂચન કર્યું છે કે કોઇ પણ વ્યકિત પોતાના ખાતામાં જમા પૈસા અંગે પોતાની જવાબદારીમાંથી બચી ન શકે.
ટેરર ફંડિંગ માટે પણ આ વ્યવસ્થા સુવિધાજનક હતી. હવે બેન્કના નવા નિયમથી તેના પર પ્રતિબંધ મુકાશે. બેન્કે જાકે એવી સવલત આપી છે કે વિશેષ પરિસ્થિતિમાં ખાતાધારકના અનુમતિ પત્ર સાથે તેના ખાતામાં કોઇ અન્ય વ્યÂક્ત પૈસા ટ્રાન્સફર કરી શકે છે.
જા તમે બેન્ક ખાતામાં ઇન્ટરનેટ બેન્કિંગ કરાવ્યું હશે તો તમે કોઇ પણ વ્યકિતના એકાઉન્ટને જાડીને તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જા તમે ખાતું નહીં જાડ્યું હોય તો પણ વધુમાં વધુ રૂ.ર૦,૦૦૦ એક દિવસમાં બે વાર જમા કરી શકાશે.
પહેલાં પણ ખાતામાં પૈસા જમા કરવા માટે માત્ર એક ફોર્મ ભરવાનું હતું. એ ફોર્મ સાથે રોકડ રકમ કાઉન્ટર કલાર્કને આપવામાં આવતાં સરળતાથી તે પૈસા જમા થઇ જતા અને કોઇ પણ વ્યક્તિ કોઇના પણ ખાતામાં જમા કરાવી દેતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY