ન્યુ દિલ્હી,તા.૫
મેદાન અને મેદાન બહાર સંગઠિત ભારત પુરુષોનો હોકી વર્લ્ડ કપ ૪૩ વર્ષ બાદ જીતી નવો ઈતિહાસ રચવા કાબેલ છે, એમ રાષ્ટ્રના એકમાત્ર વર્લ્ડ કપ વિજયી કેપ્ટન અજિતપાલ સિંહનું માનવું છે. ભારતનો એકમાત્ર વર્લ્ડ કપ વિજય ૧૯૭૫માં સ્પર્ધાના ત્રીજા વર્ષમાં થયો હતો જ્યારે તેણે કુઆલાલમ્પુર ખાતે પાકિસ્તાનને ૨-૧થી પરાજિત કયુર્ં હતું. ત્યાર પછી, આઠ વેળા આૅલિમ્પિક ચૅમ્પિયન બની ચૂકેલ ભારતનો વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ દેખાવ ૧૯૮૨ તથા ૧૯૯૪ની સ્પર્ધાઓમાં પાંચમા ક્રમનો રહ્યો છે.
પણ, આ વેળા અજિતપાલને હરેન્દ્ર સિંહના માર્ગદર્શન હેઠળ રમતા ભારતીય ખેલાડીઓ પર ઘણી આશા છે અને તેમનું માનવું છે કે હોકીના વર્લ્ડ રેન્કિંગમાં પાંચમો ક્રમ ધરાવતા ભારતના ખેલાડી સમગ્ર સ્પર્ધા દરમિયાન જા તેઓની આવડત પ્રમાણે સંગઠિતપણે રમે તો જીતી શકે છે. અજિતપાલે વધુમાં કહ્યું હતું કે આગામી હોકી વર્લ્ડ કપમાં સેમી-ફાઈનલ પ્રવેશ કરતા ઓછો દેખાવ ભારત માટે ઘરઆંગણેના દર્શકોની હાજરી વચ્ચે અસંતોષકારક હશે. “આપણે ટોચની ચાર ટીમમાં સ્થાન મેળવવું જાઈએ, એમ તેમણે કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


