પ્રિયંકા ચોપરાના ભાવિ સસરા પાલની કંપનીએ દેવાળુ ફૂંક્યુ

0
12

લોંસ એંજલ્સ,તા.૨
ચોપરા અને જાનાસ પરિવારે તેમનાં સંતાનો પ્રિયંકા અને નિકની સગાઈ ધામધૂમથી કરી, પરંતુ જાનાસ પરિવારમાં આવેલી ખુશીઓ બાદ હવે આઘાતજનક ખબર આવી રહી છે. એક અંગ્રેજી વેબસાઇટના અહેવાલ મુજબ નિક જાનાસના પિતા અને પ્રિયંકા ચોપરાના ભાવી સસરા પોલની કંપનીએ દેવાળું ફૂક્્યું હોવાનું જાહેર કર્યું છે. પોલ જાનાસ એક રિયલ સ્ટેટ કંપનીના માલિક છે અને આ કંપનીએ દેવાળું ફૂંક્્યું હોવાનું જાહેર કર્યું છે. એક કાયદેસર દસ્તાવેજના આધારે વેબસાઇટે આ સ્ટોરી પ્રકાશિત કરી છે.
પ્રિયંકા ચોપરાના ભાવી સસરા પોલ જાનાસની કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ કંપની પર એક મિલિયન ડોલર(લગભગ ૭ કરોડ કરતાં વધુ)નું દેવું છે. દેવાંમાંથી બહાર આવવા પોલ તેમની મિલકતનો અમુક હિસ્સો વેચવાની વેતરણમાં છે, જાકે જાનાસ પરિવારનું આર્થિક સંકટ એટલું ગંભીર નહીં બને જા તેમના દીકરા જાનાસ બ્રધર્સ અને હોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેમની તકલીફમાં સાથ આપે.
મળતા અહેવાલો મુજબ એક્ટર-સિંગર નિક જાનાસ ૨૫ મિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે, તેની છેલ્લી ફિલ્મ જુમ્માજીઃ વેલકમ ટુ જંગલ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી, જ્યારે યાહૂ ફાઇનાન્સના અહેવાલ મુજબ પ્રિયંકા ચોપરા ૨૮ મિલિયન ડોલરની માલિક છે

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY