પાલેજ નગર સહિત પંથકમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જામ્યું

0
88

પાલેજ :
ગ્રીષ્મ ઋતુએ પોતાનો અસલ પરચો બતાવવાનો હજુ તો પ્રારંભ જ કર્યો હતો ત્યાં તો પાલેજ નગર સહિત પંથકના વાતાવરણમાં અચાનક યુ ટર્ન અાવતા નગરજનો અચંબામાં પડી ગયા હતા. 

બુધવારના રોજ વહેલી સવારે પાલેજ નગર સહિત પંથકના ગ્રામિણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું વહેલી સવારે છવાયેલું ગાઢ ધુમ્મસ 6.30 વાગ્યા સુધીમાં તો સમગ્ર નગરને વિટળાઇ વળી પોતાના સામ્રાજ્યનો પરચો બતાવી દિધો હતો. છવાયેલું ગાઢ ધુમ્મસ સૂર્ય નીકળ્યા બાદ ધીમે ધીમે દુર થવા પામ્યું હતું.

ગાઢ ધુમ્મસના પગલે વિઝિલિબિટી પણ એકદમ ઘટી જતા નેશનલ હાઇવે પર વાહનચાલકોને પોતાના વાહનોની લાઇટ્સ ચાલુ રાખી વાહનો હંકારવાની ફરજ પડી હતી તો રેલવે પરથી પસાર થઇ રહેલી ટ્રેનો પણ ધીમી ગતિએ લાઇટ્સ ચાલુ રાખી પસાર થઇ રહી હતી. તજજ્ઞોના મત પ્રમાણે છવાયેલા ગાઢ ધુમ્મસને પગલે ખેતીને નુકસાન થવાની ભીતિ પણ સેવાઇ રહી છે. વિકાસની અાંધળી દોટ કાળા માથાના માનવી માટે ખુબ જ ઘાતક પુરવાર થઇ રહી છે એવી પણ લોકચર્ચાઓ પણ છવાયેલા ગાઢ ધુમ્મસના પગલે ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી. અામ બુધવારના રોજ પાલેજ પંથકમાં છવાયેલા ગાઢ ધુમ્મસની ચર્ચાઓ દિવસભર સાંભળવા મળી હતી…

 (ઉવૈસ લાંગીયા.પાલેજ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY