પાવડરની થેલીની આડમાં ૨૪ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

0
10

ભાવનગર,તા.૨૦
પોલીસે નારી ચોકડી ખાતે બાતમીના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન પોલીસે શંકાસ્પદ ટોરસ ટ્રકનું ચેકિંગ કરતાં ટ્રકમાં બેઠેલા ત્રણ પૈકી એક શખ્સ નાસી ગયો હતો અને પોલીસે બેને ઝડપી લીધા હતા.
ટ્રકની તપાસ કરતાં ઉપર પાવડરની થેલીઓ અને નીચે વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ૬૮૬ દારૂની પેટી સહિત કુલ ૩૪.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં દારૂની ૬૮૬ પેટી જેની કિંમત રૂ. ૨૪.૬૭ લાખ, બે મોબાઇલ ફોન, ટ્રક તથા રોકડ રૂપિયા મળીને કુલ ૩૪.૭૪ લાખના મુદ્દામાલ સાથે આરોપી ધરમસિંગ રાજપૂત અને છેલસિંગ રાજપૂતની ધરપકડ કરી છે.
ઉપરોક્ત દારૂનો જથ્થો આપનાર સોહનલાલ બીશ્નોઇ તથા દારૂનો જથ્થો મંગાવનાર દિગ્પાલસિંહ ઉર્ફે કુમારપાલસિંહ ગોહિલ અને નાસી ગયેલા આરોપી અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY