તક્ષશીલા આર્કેડ અગ્નિકાંડ
ગુનો નોંધાતા હરસુખ વેકરિયા અને જિગ્નેશ પઘડાવ ભૂર્ગભમાં ઉતરી ગયા
સુરત, તા. ૨૫
સરથાણા તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભયંકર આગમાં ૧૯ જિંદગી હોમાઈ ગઈ હોવાની ઘટનામાં સરથાણા પોલીસે ત્રણ જણાં વિરદ્ધ ઈ.પી.કો. કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબનો ગુનો નોંધી નાટા કલાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી હતી.
સરથાણા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પે. ઐયુબ આદમભાઈ વડગામાએ ફરિયાદ નોંધાવી હતી. તક્ષશીલા આર્કેડના બીજા, ત્રીજા તથા ચોથા માળના માલિક હરસુખ વેકરિયા, જિગ્નેશ સવાજી પાઘડાળ અને ચોથા માળના નાટા કલાસીસ ચલાવતાં ભાર્ગવ બુટાણીની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી હરસુલ વેકરિયા, જિગ્નેશ પાઘડાએ તક્ષશીલા આર્કેડના ટેરેસ ઉપર ગેરકાયદે સ્ટ્રક્ચર ઊભુ કરી આરોપી ભાર્ગવ બુટાણીને નાટા કલાસીસ માટે ભાડે આપ્યું હતું. ચોથા માળે સંકટ સમયે બહાર નીકળવાનો માર્ગ કે પછી ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા રાખી નહતી. જેને કારણે આગથી ૧૯ વ્યકિતઓ બિલ્ડિંગ ઉપરથી કૂદી પડવા અને બળી જવાથી મોત થયાં હતા. આ ઘટનાની સીધી તપાસ પો. કમિ. સતીશ શર્માના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. સરથાણા પોલીસે નાટા કલાસીસના ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી હરસુખ વેકરિયા, જિગ્નેશ પઘડાળની શોધખોળ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


