અસલી ધરેણાને બદલે નકલી ઘરેણા પરત કરવાની ઠગોની યોજના હતી
સુરત, તા. ૭
કોસંબા- તરસાડી ગામ ખાતે આવેલ એક જ્વેલર્સની દુકાનમાં ખોટા દાગીનાઓ આપી તેના બદલામાં અસલ સોનાના દાગીનાની ખરીદી કરવાનું જણાવી દાગીનાની ખરીદી કરતા ત્રણ મહિલાઓ અને એક પુરુષ મળી કુલ્લે ૪ ઠગબાજાની પોલીસે ધરપકડ કરી હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની નિર્મલકુમાર ચૌહાણ, સોનીબેન ગુપ્તા, જયોતિબેન યાદવ, પાર્વતીબેન બર્મા વિગેરેઓ કોસંબા-તરસાડી ખાતે આવેલ અનિલ પ્રજાપતિની જ્વેલર્સની દુકાનમાં જઈને ખોટા અને ધાતુ જેવા લાગતા પીળા કલરના જૂના દાગીના રૂ. ૧ લાખના આપી અને તેના બદલામાં જ્વેલર્સની દુકાનમાંથી અસલ દાગીનાની ખરીદીછ કરી છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરતા રંગે હાથ ઝડપાઈ જતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ તથા ૧૧૪ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે. પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




