ભુજ: ભાજપાના લોક સભા પ્રત્યાશી અને વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવાડાએ આજે ભુજ તાલુકાના કેરા-બળદીયા, સૂરજપર, કોટડા,વરલી,થરાવડા, કુકમા અને ભૂજોડી વિસ્તારમાં લોક સંપર્ક કરતાં ગામે ગામમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ આવકાર્યા હતા.અને ભારત માતાકી જયના નારાઓ ગુજયા હતા.
વિપક્ષની નકારાત્મકતાની સામે વિકાસની હકારાત્મકતા દર્શાવતા વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ કે, કેન્દ્રની ભાજપ સરકારે તમામ ક્ષેત્રોમાં, દરેક દિશામાં-યુવાન,મહિલા,ખેડૂતો, વ્યવસાયકારો,સૈનિકો અને ગરીબો માટે કરેલા અભૂતપૂર્વ કામોની સફળતાને ભૂલાવવા માટે વિરોધ પક્ષો નકારાત્મકતાનું વાતાવરણ તૈયાર કરે છે.જે લોકો પોતે જ કોંગ્રેસનો વિરોધ કરી રાજનીતીમાં જન્મયા છે.તેવા પક્ષો સ્વાર્થ અને સતા માટે કોંગ્રેસ સાથે છે.તે લોકોનો ઉદેશ્ય માત્રને માત્ર એટલો જ છે કે ભાજપાની મજબૂત અને પ્રમાણિક સરકારને સતાથી દૂર કરવી.
સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્ર ભક્તિ અને પ્રામાણિકતા માટે આ દેશના પ્રત્યેક નાગરિકોને માન અને સન્માન છે.ભાજપ કલ્પનાતીત બેઠકો સાથે વિજયી થવા કટિબધ્ધ છે.ત્યારે આવો આપણે સૌ વિપક્ષની નકારાત્મકતા અને નકારાત્મક પ્રચારને જનતા જનાર્દન સામે ઉજાગર કરીએ.અને સુશાસનને પુનઃ સ્થાપિત કરવાનો સંકલ્પ લઈએ.
રાષ્ટ્રવાદ પ્રત્યે સરકાર સંપૂર્ણપણે કટિબધ્ધતાની સાથે આંતકવાદ નાબૂદી,આતંકવાદી હુમલાની સ્થિતિમાં જવાબી કાર્યવાહી,કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવાના સંકલ્પ સાથે ફરીથી ભારતનું સુકાન અડગ,અટલ,નેતૃત્વ કરનાર ભારતને વિશ્વગુરૂ પદે સ્થાપવાના નિર્ધાર સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને અપાવનાર દિઘ્રદ્ર્સ્ટા નરેન્દ્રભાઈ મોદીને દેશનું સુકાન સોંપવા ભાજપાને મત આપવા વિનોદ ચાવડાએ અપીલ કરી હતી.
જયારે રાજયમંત્રી વાસણભાઈ આહિરે ગઈ કાલે ગૃહમંત્રિ રાજનાથસિંહએ વિનોદભાઇ માટે ૨૪ કેરેટના ઉમેદવાર ગણાવ્યા હતા. તે દોહરાવતા વર્તમાન સમયની માંગને ભ્રષ્ટાચારીઑ, આંતકવાદને સમર્થન આપનારાઓ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈને ‘ચોકીદાર ચોર હૈ’ કહી અપમાન કરનારાઓને જાકારો આપવા તથા રાષ્ટ્રવાદને ઉજાગર કરતા પક્ષ ભાજપાને વિનોદ ચાવડાને જંગી મતોની લીડથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું.અને ભારતીય અર્થવ્યવસ્થાને રોકેટ ગતિથી વિકસિત કરનાર ભાજપાને દેશભરમાં મળી રહેલ સમર્થનમાં આપણે પણ સહભાગી બનીએ તેમ જણાવ્યુ હતું.
આજરોજ તેમની સાથે પ્રવાસમાં અલગ અલગ ગામોમાં સ્થાનિક લોકો, લોક પ્રતિનિધિઓ ભાજપા સમર્થક ભીમજીભાઇ જોધાણી, હીરાભાઈ જાટિયા,ધનજીભાઇ ભૂવા,નિયતિબેન પોકાર, હિતેશભાઈ ખંડોર,સજુભા જાડેજા,વીજુભા જાડેજા, દિનેશભાઇ આયડીયા, હરીશભાઈ ભંડેરી,જેંલભાઈ રબારી,વાલુબેન બડગા, આદમભાઈ જત,આનંદભાઈ ઠક્કર,લક્ષ્મીબેન મંગેરિયા, ભરતભાઇ ગોર,કપિલ ઠક્કર, હરીશ કેરાઈ,નવીન પાચાણી, મદનગિરિ ગોસ્વામી,તુલસાબેન વાઘજીયાણી, અમૃતલાલ દરજી, મંજુલાબેન દરજી,બ્રિજેશ ગોસ્વામી,જીતેન્દ્ર ગોસ્વામી, ગોવિંદ કારા જેસાણી, શામજીભાઇ મહેશ્વરી રમેશભાઈ લાલજી,મનજીભાઇ વિઝોણા, ઈસ્માઈલ જુમા,નિરંજન ગરવા, મામદભાઈ ખોજા,મમુભાઈ આહીર,કંકુબેન વણકર,ભાનુબેન પરમાર,શોભનાબેન ટાંક,દેવરાજ આહીર,ભાવનાબેન પરમાર,નરેશ ઠક્કર,દિનેશ મારાજ,અરવિંદ આહીર,જયંત ઠક્કર વિગરે હાજર રહ્યા હતા.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





