મંદિરમાં લુખ્ખાઓએ તોડફોડ કરતા ચારણ સમાજમાં રોષ ભભૂક્યો

0
42

દ્વારકા,
તા.૨૨/૪/૨૦૧૮

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે રાત્રે અસામાજીક તત્વોએ આવળ માતાજીના મંદિરમાં તોડફોડ કરતા ચારણ સમાજમાં ભારે રોષની લાગણી જાવા મળી રહી છે. સવારે ૩૫૦થી વધુ ચારણ સમાજના લોકો મંદિર ખાતે એકત્ર થયા હતા અને ધાર્મિક લાગણી દુભાઇ હોવાનું જણાવ્યું હતું.

ચારણ સમાજના કુળદેવી આવળ માતાજીનું મંદિર હોય અસામાજીક તત્વોએ મંદિરના થડામાં તોડફોટ કરતા ભારે રોષની લાગણી જાવા મળી છે. મંદિરમાં આવું કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે સોમવારે ચારણ સમાજ વિધિવત પોલીસ ફરિયાદ કરશે તેવું જાણવા મળ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY