ગાંધીનગર,તા.૧૯
મગફળીના ટેકાના ભાવની ખરીદી તેમજ અન્ય કેટલીક બાબતો અંગે નાફેડ અને સરકાર વચ્ચે આજે મિટીંગ થઇ હતી. જે બાદમાં નાફેડના મુખ્ય સચિવ સંજીવ ચડ્ડા આ અંગેની માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ‘ અમારી રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ચર્ચા થઇ છે જેમાં અમારો એક જ ધ્યેય છે કે ખેડૂતની મગફળી સુચારૂ રીતે લેવામાં આવે. આશરે દસ હજાર ખેડૂતો પાસેથી ૫થી ૧૦ હજાર ટન મગફળી લેવામાં આવશે. અમે તેની એક પ્રક્રિયા બનાવી રહ્યાં છે જેનાથી ખેડૂતોને કોઇ મુશ્કેલી નહીં પડે.
મુખ્ય સચિવે જણાવ્યું કે, ‘મગફળીની દરેક ગુણ પર જે ખેડૂતનો માલ હશે તેની વિગત નોંધવામાં આવશે. ૯૦ દિવસ સુધી ખરીદી ચાલુ રહેશે. દરેક એપીએમસીમાં રોજ ૧૦૦-૧૦૦ ખેડૂતોને બોલાવવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને ધ્યાન રાખશે કે ખેડૂતોને તેમની મગફળીની સાચી કિંમત મળે અને કોઇ મુશ્કેલી કે લાંબી લાઇનોમાં ઉભા રહેવું ન પડે. અત્યાર સુધી ૬૦ હજાર ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવશે. અત્યાર સુધી બે લાખથી વધારેની નોંધણી થઇ છે.’
તેમણે ખેડૂતોને માલની ચૂકવણી અંગે કહેતા જણાવ્યું કે, મોટાભાગે એક સપ્તાહમાં ખેડૂતોને તેમનું વળતર મળી જશે. જા મોડુ થાય તો કદાચ એક બે દિવસ મોડુ થઇ શકે છે. પરંતુ ગભરાવવાની જરૂર નથી બધાને તેમનું યોગ્ય વળતર મળી જશે.
તેમણે મગફળીના બારદાનની ઘટ અંગે જણાવતા કહ્યું કે મેળવેલ સામાનમાંથી બારદાનની ઘટ હતી પરંતુ તમામ ટેક્નિકલ ખામીને દૂર કરવામાં આવશે. તેમણે તે પણ કહ્યું કે નાફેડ અને સરકાર વચ્ચે કોઇ વિખવાદ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


