રામપુરા ધનેશ્વર મંદિરના મહંતની હત્યા વિરુદ્ધમાં સાધુઓનું કલેકટરને આવેદનપત્ર

0
33

રાજપીપળા:નાંદોદ તાલુકાના રામપુરા ગામે આવેલા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ ત્યાગીને જમીન મુદ્દે શનિવારના રોજ ગોપાલપુરા ગામના યશપાલસિંહ ગોહિલ અને બીજા અન્ય 10 લોકો દ્વારા બેટ અને લાકડીઓ વડે ઢોરમાર માર્યો હતો જેને કારણે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહંતનું મોત નીપજ્યું હતું.જોકે આ ગુનાના આરોપીઓ અત્યારે પણ પોલીસ પકડથી દૂર હોવાથી સાધુઓમાં ભારે રોષ ફેલાયો છે.તો સોમવારે મહંતની જળસમાધી બાદ સનાતન ધર્મ પરિસદના નેજા હેઠળ મોટી સંખ્યામાં સાધુઓ નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે જય શ્રી રામના નારા સાથે ધસી આવ્યા હતા.અને મહંતની હત્યાના વિરોધમાં નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાનો આવેદનપત્ર પાઠવ્યું હતું.

સનાતન ધર્મ પરિષદના સાધુઓએ આવેદનપત્રમાં રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે આ ઘટના બને 3 દિવસ થઈ ગયા છતાં મુખ્ય આરોપી સહિત અન્ય લોકો પોલીસ પકડથી કેમ દૂર છે.અગાઉ મહંત રામપ્યારેદાસ ત્યાગીજીએ પોતાના જીવને ખતરો હોવાનું કારણ આગળ ધરી નર્મદા જિલ્લા પોલીસને લેખિત રજુઆત પણ કરી હતી.તે છતાં એમને કેમ કોઇ રક્ષણ ન અપાયું જો 5 દિવસ પેહલા મહંતને પોલીસ રક્ષણ અપાયું હોત તો આજે તેઓ જીવિત હોત.હવે પોલીસ પ્રોટેક્શનનો કોઈ જ મતલબ નથી.અમને નર્મદા જિલ્લાની પોલીસ પર હવે કોઈ ભરોસો રહ્યો નથી પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જણાય છે,જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આ કેસની તપાસ CBI ને સોંપવામાં આવે એવી સમગ્ર સાધુ સમાજની માંગ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY