છકડો રિક્ષા પલ્ટી મારી જતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

0
9

ગોંડલ,તા.૧૯
ગોંડલ સુલ્તાનપુર રોડ પર છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતા ધુડશીયા ગામના યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બે મુસાફરોને ઇજા પહોંચતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ-સુલ્તાનપુર રોડ પર સવારના સુમારે છકડો રિક્ષા પલ્ટી મારી જતા ધુડશીયા ગામના પરેશ પ્રકાશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ૨૦ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નીપજતાં ચૌહાણ પરિવાર શોકમાં ગરક થયો હતો. છકડો રિક્ષા પરેશના કાકા રામસંગભાઇ રવજીભાઈ ચૌહાણ ચલાવી રહ્યા હોય તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચવા પામી હતી. પરેશ બે ભાઈ અને બે બહેનના પરિવારમાં સૌથી મોટા પરિવારના મોભી સમાન હતા અને ખેત મજૂરી કામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા. યુવાનનું આકસ્મિક મોત નીપજતા પરિવાર શોકમગ્ન બન્યો હતો ઘટના અંગેની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY