ડૉ. અર્ચના પટેલની કોર્ટમાં બન્ને પક્ષો દ્વારા ઉલટ તપાસ

0
8

જૈન મુનિ બળાત્કાર કેસ
ગઈ મુદ્દતે સરકારી તબીબની જુબાની લેવાઈ હતી
સુરત, તા.૧૪
નાનપુરા ટીમલીયાવાડ સ્થિત દિગમ્બર જૈન સેવા સંઘમાં વડોદરાની એક યુવતી સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં આરોપી શાંતિ સાગર મહારાજની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરનાર ડોકટરની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પીડિતાના એડવોકેટ મુખત્યાર શેખ તથા યાહ્ના શેખે જણાવ્યું હતું. જ્યારે બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ તથા વિરલ ચલીયાવાળા ઉપસ્થિત રહ્ના હતા.
આ કેસની વિગતો એવી છે કે, દિવાળી ૨૦૧૭ના વર્ષ દરમ્યાન નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલ દિગમ્બર જૈન સેવા સંઘની એક ઓરડીમાં જૈન મુનિ શાંતિ સાગર મહારાજે વડોદરાની એક યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હતું. અઠવા પોલીસ મથકમાં આઈપીસી ૩૭૬ મુજબનો ગુનો પીડિતા દ્વારા નોંધવામાં આવતા પોલીસે આરોપી શાંતિ સાગાર મહારાજની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં આરોપીની પ્રારંભિક તથા વૈજ્ઞાનિક ઢબે તપાસ કરનાર ડૉ. અર્ચનાબેન પટેલ, ડૉ. પરેશ ચંદ્રેગા, ડૉ. મિલીન પટેલ હતા. અઠવા પોલીસે આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી અને ત્યારબાદ અદાલતે તહોમતનામું ફટકાર્યુ હતું. તહોમતનામુ ફટકારાયા બાદ સિવિલના ત્રણ ડોક્ટરો પૈકી બે ડોક્ટરોને કોર્ટમાં બોલાવાયા હતા. જ્યાં ડૉ. અર્ચના પટેલની સર અને ઉલટ તપાસ પૂરી થયા બાદ ડૉ. પરેશ ચંદ્રેગામી ઉલટ તપાસ શરૂ થઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY