ખેડૂતો માટે ખરીફ MSP ટૂંક સમયમાં જાહેર કરાશે

0
189

નવી દિલ્હી, તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચુક્યા છે કે ખરીફ પાક માટે લઘુત્તમ સમર્થન મુલ્ય (એમએસપી) ઉત્પાદન ખર્ચના ૧૫૦ ટકા સુધી કરવામાં આવશે. વડાપ્રધાનની આ જાહેરાત બાદ નવી આશા દેખાઈ રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતોને આપવામાં આવેલા વચનોને પૂર્ણ કરવાની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં તકલીફને દુર કરવા આ દિશામાં સરકાર આગળ વધવા માટે ઈચ્છુક છે. ૨૦૧૭-૧૮ માટે કોમોડિટી એમએસપી પ્રતિ Âક્વન્ટ ઉપર નજર કરવામાં આવે તો બાજરી માટે એમએસપી પ્રતિ Âક્વન્ટલ ૧૪૨૫ રૂપિયા છે જ્યારે મગ માટે એમએસપી પ્રતિ Âક્વન્ટલ ૫૫૭૫ રૂપિયા છે. આવી જ રીતે મગફળી પ્રતિ Âક્વન્ટલ એમએસપી ૪૪૫૦ રૂપિયા છે. સરકાર દ્વારા કેન્દ્રિય કેબિનેટની બેઠક બાદ આગામી સપ્તાહમાં ખરીફ પાક માટે એમએસપીની જાહેરાત કરવામાં આવનાર છે. આ હિલચાલને ટેકો આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. પોતાના આવાસ ઉપર ખેડૂતો સાથે વાતચીત કરતા મોદીએ શેરડીના ખેડૂતોને આ મુજબની ખાતરી આપી હતી. આ ઉપરાંત ખેડૂતોની આવકને ૨૦૨૨ સુધી બે ગણી કરવાનો ભાજપના વચનને પણ પૂર્ણ કરવામાં આવશે. એમએસપીના દરો નક્કી કરવામાં વિલંબને લઈને ચાલી રહેલી અટકોળોનો હવે અંત આવનાર છે. ખરીફ પાક માટે એમએસપી આગામી સપ્તાહમાં જ જાહેર કરવામાં આવનાર છે. જેને લઈને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. વડાપ્રધાને એવી ખાતરી પણ આપી છે કે સરકાર વર્ષ ૨૦૧૮-૧૯ માટે શેરડી માટે વાજબી કિંમતો અને અન્ય રાહતોની જાહેરાત પણ આગામી બે સપ્તાહમાં કરશે. શેરડીથી રિકવરીમાં મુશ્કેલી અનુભવી રહેલા ખેડૂતોને આનાથી ફાયદો થશે. સરકાર દ્વાર હાલમાં લેવામાં આવી રહેલા પગલાના પરિણામ સ્વરૂપે છેલ્લા સાતથી ૧૦ દિવસમાં ચાર હજાર કરોડથી વધુની રકમ સુધી શેરડીની એરિયર્સની રકમ ઘટી ગઈ છે. ૨૦૧૮-૧૯ માટે કેન્દ્રિય બજેટમાં ખેડૂતો માટે એમએસપીને વધારવામાં મુદ્દા રજુ કરાયા હતા. છેલ્લા મહિનાઓમાં મંત્રાલયોની ઉચ્ચસ્તરીય સમિતિએ એમએસપી દરખાસ્તો ઉપર અંતિમ નિર્ણય લેવા શ્રેણીબદ્ધ બેઠકો યોજી છે. જેના પરિણામ સ્વરૂપે સરકારી ખર્ચની ગણતરી કરવામાં આવશે. ડ્રિપ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવા, નવેસરની કૃષિ ટેકનિકનો ઉપયોગ કરવા, સોલાર પેનાલનો ઉપયોગ કરવા તમામ પ્રતિનિધિઓને કહ્યું હતું. ઉપરાંત ફાર્મના ચોક્કસ હિસ્સાનો સાવધાની પૂર્વક ઉપયોગ કરવા પાકના વેલ્યુએડિશન ઉપર ભાર મુક્યો હતો. બીજી બાજુ કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે અનાજની ડોર સ્ટેપ ડિલેવરી માટે રાજ્યોની અપીલ કરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY