રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ગોલમાલ’નું એનિમેટેડ વર્ઝન રિલીઝ થશે

0
5

મુંબઈ,તા.૬
રોહિત શેટ્ટી નાના પડદે ફરી એન્ટ્રી લઇ રહ્યો છે. એક કિડ્‌ઝ ચેનલ પર રોહિત શેટ્ટીની ફિટ કોમેડી ફિલ્મ ‘ગોલમાલ’નું હવે એનિમેટેડ વર્ઝન રિલીઝ કરવામાં આવશે. ‘ગોલમાલ’ ફિલ્મમાં અજય દેવગણ, અર્શદ વરસી, શર્મન જાશી, તુષાર કપૂર અને પરેશ રાવલ હતા. આ એનિમેટેડ વર્ઝનનું નામ ‘ગોલમાલ જુનિયર’ હશે. આ એનિમેટેડ વર્ઝનમાં પણ મૂવી જેવા જ ચાર મુખ્ય પાત્ર માધવ, ગોપાલ, લક્ષ્મણ અને લકી હશે. આ ટીવી શો મે મહિનામાં ‘સોનિક’ ચેનલ પર રિલીઝ થશે. તેમાં બે દુશ્મન ગેંગ હશે જે એકબીજા સાથે હાસ્યાસ્પદ રીતે ઝઘડતી હશે. આ ટીવી શો સાથે રોહિત શેટ્ટી પર્સનલી જાડાયો છે.
આવું પહેલીવાર નથી કે બાળકો માટે રોહિત શેટ્ટીનું ટીવી સાથે અસોસિએશન થયું હોય. અગાઉ રોહિત શેટ્ટીની અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘સિંઘમ’નું પણ એનિમેટેડ વર્ઝન બન્યું હતું. તેનું નામ ‘લિટલ સિંઘમ’ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY