શહેરની ભાગોળે ખાવડા રોડ પર ચાર રસ્તા પાસે મહિલાશ્રમ પાસેથી પશ્ચિમ કચ્છ એસઓજીએ બાતમીને આધારે શંકાસ્પદ કોલસાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી પીઆઈ વી.કે. ખાટને મળેલ બાતમીને આધારે પોલીસ સ્ટાફ ખાવડા રોડ પર ચાર રસ્તા પાસે વોચમાં હતા ત્યારે આવેલી જીજે. ૧ર. ટી. ૮ર૬૩ નંબરવાળી ટ્રકને અટકાવીને ચેક કરતા તેમાંથી ર૦૦ નંગ કોલસાની બોરીઓ મળી હતી. જેની કિં.રૂા.ર૦૦ એક બોરીની અંકોને કુલ ૪૦,૦૦૦નો શંકાસ્પદ કોલસો પોલીસે સીઆરપીસીની કલમ ૪૧(૧)(ડી) મુજબ કબજે કર્યો હતો. તેમજ ટ્રકની કિં.રૂા.૩ લાખ આંકીને કુલ્લ ૩.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તો આગળની તપાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ચલાવી રહી છે. તો ટ્રક ચાલક તરીકે આમદ સુમરા (ઉ.વ.૪૦) (રહે. રતિયા તા.ભુજ)વાળાને ઝડપીને તેની પૂછતાછ હાથ ધરાઈ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




