અધિકપોલીસમહાનિદેશકશ્રી, (મહિલાસેલ)સી.આઇ.ડી. ક્રાઇમ, ગુ.રા. ગાંધીનગરનીએકઅખબારીયાદીમાંજણાવ્યાઅનુસાર ભારત સરકાર દ્વારા ક્રિમીનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડીનન્સ-૨૦૧૮, તા.૨૭/૦૪/૨૦૧૮ના રોજ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે પ્રવર્તમાન કાયદાઓમાં સુધારાઓ કરી બળાત્કારના ગુન્હાની સજામાં વધારો કરવામાં આવેલ છે. જેથી બળાત્કારના ગુન્હામાં ઓછામાં ઓછી ૭ વર્ષની સજામાં વધારો કરીને, ૧૦ વર્ષ સુધીનો વધારો કરવામાં આવેલ છે. ૧૬ વર્ષથી ઓછી વયની બાળકી પર થયેલ બળાત્કારના કેસો માટે લઘુત્તમ ર૦ વર્ષની સખત કેદની સજાની જોગવાઇ છે. તેમજ ૧૨ વર્ષથી ઓછી વયની બાળકી પર બળાત્કાર અથવા સામુહિક બળાત્કારના આરોપીને આગોતરા જામીનની જોગવાઇ પણ દુર કરવામાં આવી છે તથા ૧૬ વર્ષથી ઓછી વયની બાળકી ઉપર બળાત્કારના કેસમાં ગેંગ રેપ (બળાત્કાર)ના ગુન્હામાં આજીવન કેદની શિક્ષાની જોગવાઇ કરવામાં આવેલ છે.
આ કાયદાના વધુ અસરકારક અને ઝડપી અમલીકરણ માટે તથા કેસોનો ઝડપી નિકાલ થાય તેમજ બળાત્કારના કેસોની તપાસ બે માસમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા, તેમજ આ કેસોની ટ્રાયલ બે માસમાં અને નિકાલ છ માસમાં પુરી કરવાની જોગવાઇ છે. આરોપીના જામીન અરજી અંગેના નિયમો વધુ કડક થવા અંગે સદર ઓર્ડીનન્સમાં એ પ્રકારની જોગવાઇ આપેલ છે કે જામીન અરજી અંગેની સુનવણીના ૧૫ દિવસ અગાઉ પબ્લીક પ્રોસીકયુટરને નોટીસ આપવાની રહેશે તથા જામીન અરજીની સુનવણી વખતે ભોગ બનનાર દ્વારા અધિકૃત કરેલ હોય તેવી વ્યકિતની હાજરી ફરજીયાત રહેશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


