ભારત અંતરિક્ષની ચોકીદારી કરવામાં પણ સક્ષમ છે : મોદી

0
46

કોરાપુટ,તા.૨૯
લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ ઓરિસ્સાના કોરાપુટ પહોંચ્યા અને એક જનસભાને સંબોધિત કરી. વિરોધી પક્ષને નિશાન પર લેતા તેમણે કહ્યુ કે પાકિસ્તાન એકબાજુ લાશો ગણી રહ્યુ છે ત્યાં આ લોકો પુરાવા માંગી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે વોટિંગ કરતાં સમયે યાદ રાખશો કે તમને દુશ્મનને ઘરમાં ઘૂસીને મારનારી સરકાર જાઇએ કે પછી માથું ઝૂકાવીને બેસવાવાળી સરકાર જોઇએ છે.
વડાપ્રધાન મોદી એ કહ્યુ કે બે દિવસ પહેલાં ઓરિસ્સા ઐતાહાસિક ઉપબ્ધિનું સાક્ષી બન્યું છે. ભારત હવે અંતરિક્ષમાં ચોકીદાર કરવામાં સક્ષમ છે. આ નવા ભારતની તાકત છે, તના પર આખા દેશને ગર્વ છે. જેમને ભારતની આ ઉપલબ્ધિ નાની લાગે છે તેમને પણ આખો દેશ જાઇ રહ્યો છે. ૬૦ વર્ષ સુધી ગરીબોને છેતરનારા લોકો ગિન્નાયાને સેના, વૈજ્ઞાનિકો અને નૌજવાનોના સામર્થ્ય પર શંકા કરવા લાગ્યા છે.
પીએમ એ લોકોને પ્રશ્ન કર્યો આવા લોકોને શબક શીખવવો જાઇએ કે નહીં? સેનાનું અપમાન કરનારાઓને શબક શીખવવો જોઇએ કે નહીં? શું ખાણ માફિયા અને ચિટફંડ કરનારા લોકો ઓરિસ્સાને સંપન્ન બનાવી શકે છે? આપણી સેના જ્યારે આપણા દુશ્મનને તેના ઘરમાં ઘૂસીને મારે છે તો આ લોકો પુરાવા માંગે છે.
પીએમ મોદીએ કહ્યુ કે હું આ વખતે આખા દેશના ભ્રમણ પર દેશના લોકોનો આભાર વ્યક્ત કરવા નીકળ્યો છું. જો આ આશીર્વાદ ના મળ્યા તો હું એ તમામ કામ કેવી રીતે કરી શકત. કોરાપુટ પહોંચતા જ પીએમ મોદીએ આૅર્ગેનિક ફાર્મિંગ ને પ્રોત્સાહન આપનાર પદ્મ પુરસ્કારથી સમ્માનિત થનાર કમલા પૂજારીની મુલાકાત કરી. તેમણે કહ્યુ મા કમલાને પદ્મ પુરસ્કાર મળવા પર કોરાપુટ અને ઓરિસ્સાના આદિવાસી અને જનજાતીય પરિવારોને અનેક અભિનંદન પાઠવું છું. માતા કમલાએ મંચ પર આવીને મને આશીર્વાદ આપ્યા છે. કમલાના આશીર્વાદ જ્યારે કમળને મળ્યા હોય તો કોણે તેને જીતથી રોકી શકે છે.
બે દિવસ પહેલાં ઓરિસ્સા ભારતની ઐતિહાસિક ઉપલ્ધિધનું સાક્ષી બન્યું છે. ભારત હવે અંતરિક્ષમાં પણ ચોકીદારી કરવામાં સક્ષમ છે. આ નવા ભારતની તાકત છે જેના પર આખા દેશન ગર્વ છે. જેમને ભારતની આ ઉપલબ્ધિ નાની લાગે છે, તેમને પણ આખો દેશ જોઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY