લીવ ઇનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી

0
10

સુરત,તા.૨૯
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના બની છે. મંદિર ગામે પતિ-પત્ની તરીકે લીવ ઇન રિલેશનમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાનો અન્ય પુરુષ સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હતી. હત્યાને અંજામ આપીને હત્યારો ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જાકે પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે જલાલપોર તાલુકાના મંદિર ગામના જયેશભાઇ ધીરુભાઇ પટેલે જલાલપોરે પોલસમાં આપેલી ફરિયાદ મુજબ તેમની સાળી જયશ્રીબેન હળપતિ મહેશ નાનુભાઇ હળપતિ સાથે એક જ મકાનમાં લીવ ઇન રિલેશનમાં પતિ પત્ની તરીકે સાથે રહેતા હતા.
મહેશ હળપતિને જયશ્રીબેનનો અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા હતી. આ શંકાને પગલે તેણે જયશ્રીબેનને મારઝૂડ કરી ચપ્પુનાઘા કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
થોડીવાર બાદ પુનઃ તેણે ઘરમાં આવી કુહાડી લઇ જયશ્રીબેનને છાતીના તથા ગળાના ભાગે ઘા કરી તેનું મોત નિપજાવી નાસી છૂટ્યો હતો. જયેશભાઇની આ ફરિયાદને પગલે જલાલપોર પોલીસે ગુનો દાખલ કરી ફરાર મહેશ હળપતિને થોડાક કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY