કડોદરામાં સગીર કન્યાનું લગ્નની લાલચે અપહરણ

0
9

કડોદરા, તા.૨
કડોદરાના વેપારીની એક સગીરાને ગત સાંજે કોઈ અજાણ્યો યુવક લગ્નની લાલચે ભગાડી ગયેલ હોવાની ફરિયાદ સગીરાના વાલીએ કડોદરા પોલીસ મથકમાં આપતા પોલીસે અજાણ્યા યુવક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને કડોદરામાં રહેતા વેપારીની ૧૭ વર્ષીય નાબાલિક કિશોરીને ગત સાંજના સુમારે અજાણ્યા યુવકે બે દિવસ પહેલા તેના નિવાસ સ્થાન નજીકથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. આ અંગેની સગીરાના વાલીએ જાણ થતા કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જે આધારે કડોદરા પોલીસે અજાણ્યા યુવક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કડોદરા પોલીસ મથકના પો.સ.ઈ. વી.એન. તડવી ચલાવી રહ્ના છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY