ક્રાઇસ્ટચર્ચ,તા.૨૨
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જીદોમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાંની સરકાર અસોલ્ટ રાઇફલ, સેમી ઓટોમેટિક હથિયાર અને અન્ય તેવા હથિયારો જે સેનામાં ઉપયોગમાં લેવામાં આવે છે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંદા આરડ્રેને ગુરુવારે આ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડમાં તમામ પ્રકારના સેમી ઓટોમેટિક હથિયારો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દેશમાં સૈન્ય શૈલીની સેમી ઓટોમેટિક હથિયારો અને અસોલ્ટ રાઇફલોના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમાં તેવા હથિયારો ફાયર આર્મ્સ પણ સામેલ છે જેમને સેમી ઓટોમેટિક હથિયારમાં બદલી શકાય છે. ન્યૂઝીલેન્ડમાં હુમલા બાદ આ પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી હતી. સરકારના આ નિર્ણયને વિપક્ષે આવકાર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




