વડોદરા,તા.૨૨
વડોદરા શહેર નજીક નંદેસરી જીઆઇડીસીના એનઆઈએ પ્લાન્ટના ક્લોરીન વિભાગમાં ભીષણ આગ લાગી હતી. ધુમાડાનાં ગોટેગોટાં હવામાં ઉડતા ગ્રામજનો દોડી આવ્યા હતા. જ્યારે ફાયરબ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ધુળેટીના દિવસે વહેલી સવારે નંદેસરી ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં ક્લોરીનની ટાંકીઓ પાસે શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. એસિડિક પાણીના ફિલ્ટર પ્લાન્ટ પાસે સર્જાયેલી દુર્ઘટનામાં ભીષણ વિસ્ફોટ થયો હતો. જેને લઈને નંદેસરી અને આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા.
નંદેસરી ફાયરબ્રિગેડના જવાનો પણ સ્થળ પર આવી ઘટનાની વિગતો મેળવી અને આગ કાબૂમાં લેવાની કામગીરી આરંભી હતી. જ્યારે ગણતરીના સમયમાં આગ કાબૂમાં લીધી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જ્યારે આગના કારણે ક્લોરીનની ટાંકીઓ ને નુકસાન થયું હોવાની વિગતો સામે આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




