વિસનગરમાં રંગ નહીં… ખાસડાં-શાકભાજીથી હોળી ખેલાઇ

0
6

વિસનગર,તા.૨૨
હોળીને લઇને રાજ્યભરમાં અનેક જગ્યાએ અલગ અલગ લોકવાયકાઓ હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે. વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડાં હોળી રમાય છે. અહીં ડીજેના તાલે બે જૂથો એકબીજા ઉપર ખાસડાં ફેંકીને ખાસડાં યુદ્ધ રમે છે. આ વર્ષે પણ લોકોએ ખાસડાંથી હોળી ખેલી હતી.
વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા ૧૫૦ વર્ષથી વધારે વર્ષોથી ખાસડાં યુદ્ધની પરંપરા ચાલી આવી છે. અહીં વર્ષોથી પરંપરા પ્રમાણે, ધુળેટીના પર્વના દિવસે સવારે ડીજેના તાલે બે જૂથો આમને સામને આવે છે અને એકબીજા ઉપર ખાસડાં, શાકભાજી જેવી વસ્તુઓ ફેંકીને યુદ્ધ રમે છે. આ રમતમાં જેને જૂ¥š વાગે એનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે. આ પરંપરામાં આખું વર્ષ લોકોના જૂના પુરાણા જૂતા ભેગા કરાય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવતી રહી છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરામાં હોળીના બીજા દિવસે ધુળેટીના પર્વએ ખાસડાં યુદ્ધ યોજાય છે. આ યુદ્ધ જેવી રમતને ખાસડાં હોળી કહેવાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY