ક્રિસ ગેલનો રેકોર્ડ તોડનાર શિરમોન હેટમાયર પર આઇપીએલનાં માલિકોની નજર

0
10

દિલ્હી,તા.૨૭
વેસ્ટ ઈન્ડિઝનો નવો સિક્સર કિંગ ! વેસ્ટ ઈન્ડિઝનો ડાબોડી સ્ટાર ! વેસ્ટ ઈન્ડિઝનો ઘાતક બેટ્‌સમેન. અત્યાર સુધીના ઇતિહાસને તપાસવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝે જેટલા પણ ડાબોડી બેટ્‌સમેન આપ્યા છે તે બેટ્‌સમેનોએ ક્રિકેટની દુનિયામાં પોતાનું અલગ નામ બનાવ્યું છે. અને આ ખેલાડીની ગગનચૂંબી સિક્સરો પણ એ વાતની સ્પષ્ટતા આપે છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં વેસ્ટ ઈન્ડિઝને તમામ જગ્યાએથી પરાસ્ત થવાનો વારો આવ્યો, પરંતુ આ સિરીઝ તેમના માટે એટલે મહત્વની રહી કે તેમના કેટલાક ખેલાડીઓ ખૂબ સારો કમાલ કરી ગયા. તેમાંનો જ એક ખેલાડી એટલે શિરમોન હેટમાયર.
શિરમોન હેટમાયરે આ મેચમાં ૨૧ બોલમાં ૩૭ રન કર્યા, જેમાં ત્રણ ગગનચૂંબી છગ્ગા સામેલ હતા. આ પહેલા તેણે ૭૮ બોલમાં ૧૦૬ રન ફટકારેલા, જેમાં ૬ ચોગ્ગા અને આતિશબાજી કરતા તેણે ૬ છગ્ગા ફટકાર્યા હતા. તેની આ શાનદાર ઇનિંગના કારણે જ હવે આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ તેને ખરીદવા માટે તલપાપડ હશે તે માનવું રહ્યું.
જા આ બંન્ને ખેલાડીઓ સાથે હેટમાયરની તુલના કરવામાં આવે તો જણાવી દઇએ કે ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની હજુ બે મેચ બાકી છે ત્યારે વેસ્ટ ઈન્ડિઝનો આ ખેલાડી કેવું અભૂતપૂર્વ પ્રદર્શન કરી સિક્સરોને મેદાનની બહાર મોકલે છે તે જાવું રહ્યું.
હેટમાયરનું ભારત સામે પ્રદર્શન જાવામાં આવે તો પહેલી વનડેમાં ૭૮ મેચમાં ૧૦૬ રન ફટકાર્યા હતા. બીજા મેચમાં ૬૪ બોલમાં ૯૪ રનની ઇનિંગ રમી હતી, જેમાં પણ સાત સિક્સરો સામેલ હતી. પણ સસ્તી પણ સિક્સર ઇનિંગ રમી તે ધોનીના હાથે કેચ આઉટ થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY