યઝુવેન્દ્ર ચહલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો
મુંબઈ,તા.૩૦
ભારતીય ટીમના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. દેશમાં પશુઓ સાથે થતી ક્રુરતા અને અત્યાચાર પર કડક પગલા ઉઠાવવાની તેમણે માંગ કરી છે. ચહલે પત્રના માધ્યમથી કહ્યુ કે દેશમાં પશુઓની સાથે લોકો ખરાબ વર્તણુંક કરી રહ્યાં છે, તેને સજા આપવા માટે કડક નિયમ-કાયદા બનાવવા જોઈએ, એટલે લોકો આવુ કરે નહીં.
રિપોર્ટ મુજબ, ચહલે આ પત્રમાં પીપલ્સ ફાર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) અધિનિયમ, ૧૯૬૦નો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યુ કે જે હેઠળ આવનારી સજા આજના સમયમાં ખૂબ જ જૂની થઈ ગઈ છે. પહેલી વખત દોષિત ઠરતા તેમણે ફક્ત ૫૦ રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે.
ચહલે કહ્યુ, દેશભરમાં ગાય, કૂતરા અને બાકી પશુઓની સાથે થતા અત્યાચારના રિપોર્ટ ખૂબ જ દુઃખદ છે, પશુઓને મારવામાં આવે છે, તેમને ઝેર આપવામાં આવે છે. એસિડના હુમલા પણ થાય છે અને ત્યાં સુધી કે તેમનું શારીરીક શોષણ પણ થાય છે. જો પશુઓની સાથે થતા આ ક્રુરતાભર્યા આ ગુના પર યોગ્ય દંડ, જેલની સજા અને કાઉન્સિલિંગ હશે તો પશુઓને પહેલા કરતા પણ સારી રીતે સુરક્ષિત રખાશે તથા લોકો પ્રાણીઓને પ્રેમથીઅને વિવેકપૂર્વક બોલાવશે.
અહીં તમને જણાવવાનું કે દેશમાં પશુ અધિકારો માટે અવાજ ઉઠાવનાર અને આ સંદર્ભે કેન્દ્ર સરકાર પાસે અપીલ કરનાર ચહલ પહેલા ક્રિકેટર નથી. તેમની પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન અજિંક્યા રહાણે અને બેટ્સમેન શિખર ધવન પણ અરજી કરી હસ્તાક્ષર કરી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૬માં આ ત્રણેય ક્રિકેટરોએ આ મુદ્દે કડક રીતે વર્તવા માટે સરકારને ગુહાર લગાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


