વડોદરા,તા.૩
વડોદરા પોલીસે પહેલી વખત કારમાં ફરીને ક્રિકેટનો સટ્ટો રમાડતા એક ભેજાબાજને ઝડપી લીધો છે. સમા વિસ્તારના ચાણક્યપુરી નજીક મનોરથ ફ્લેટમાં રહેતો નરેશ શોભારામ નામનો યુવક તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે ઓસ્ટ્રેલિયા ખાતે રમાઈ રહેલી ટી ટ્વેન્ટી સિરીઝ ની મેચ પર મોટે પાયે સટ્ટો રમાડી રહ્યો હોવાની માહિતી મળતા એસ.ઓ.જી ના ઇન્ચાર્જ પીઆઇ એચ.એમ ચૌહાણ અને ટીમે વોચ રાખી હતી.
નરેશ કારમાં ફરીને જુદા જુદા વિસ્તારમાં સટ્ટો કપ આવી રહ્યો હોવાની અને હાલમાં વારસિયા રિંગ રોડ પર શિવ વાટિકા નજીક હાજર હોવાની વિગતોને પગલે રાતે પોલીસ ની ટીમે નરેશને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસે રોકડા રૂપિયા ૧૩૯૦૦ ઉપરાંત ૪ મોબાઇલ અને કાર મળી કુલ રૂપિયા ૧૦ લાખની મતા કબજે કરી હતી.
આ સટ્ટો કોની પાસે કપાવતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પકડાયેલો નરેશ અગાઉ ડુપ્લીકેટ સર્ટીફીકેટો બનાવવાના પ્રકરણમાં પણ પકડાયો હોવાની વિગતો જાણવા મળી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




