ભીમાસર ગામના યુવાનો દ્વારા મકરસંક્રાંતિની કરાઈ ઉજવણી

0
37

ભીમાસર ગામના યુવાનો દ્વારા કૂતરાના લાડુ  બનાવવામાં આવ્યા હતા.દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે ભીમાસર ગામના દરરેક વિસ્તારમાં તથા આજુબાજુના તમામ વાડી વિસ્તારમાં કૂતરાને લાડુવા આપી સાચા અર્થમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી.ભીમાસરથી આડેસર જતા રોડ ઉપર લખાગઢના પાટિયા પાસે ભીમા ભગતની મઢી આવેલ છે ત્યાં સો કીલો એક જ જગ્યા એ લાડુ આપવામાં આવ્યા હતા.આજના હળાહળ કળયુગમાં ભાઈની જોડે ભાઈ નથી બેસતા ત્યારે ભીમા ભગતની મઢીએ કૂતરા,બિલાડી,સાપ વગેરે એક થાળીમાં જમે છે.કોઈને આ કળિયુગમાં વિશ્વાસ ન આવે તો એક વાર આ મઢીએ આવી અને જોજો કેટલા કૂતરા છે.ઘણી જગ્યા ગાયોની ગૌશાળા હશે પણ રાપર તાલુકાની એક માત્ર કુતરાઓની જગ્યા છે..ભીમા ભગતને બધા લોકો મણિયારા બાપા તરીકે ઓળખે છે.ભીમા બાપા દિવસ રાત કુતરાની ચિંતા કર્યા કરે છે.ભીમા બાપાએ દુષ્કાળના સમયમાં પોતાની બધીજ જમીન વેંચીને પણ અબોલ પશુ પક્ષીઓનો નિભાવો કરેલ છે. અને હાલમાં પણ ભીમા બાપાની મઢીએ અનેક પશુ પક્ષીઓ એક થાળીમાં જમે છે.ઉત્તરાયણના આગળના દિવસે રાત્રે રવેચી મંદિરે ભીમાસર ત્રણ સો કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા..તો આ પ્રસંગે અશોકભાઈ ચૌહાણ,સુરેશપુરી ગૌસ્વામી,મેરુભાઈ,ખેતાભાઈ,હરેશભાઇ,ભરતભાઇ,રાજુભાઇ,ઈશ્વરભાઈ,વિજયભાઈ,હેમંતભાઈ,નવિનભાઈ,જગદીશભાઈ,મોમાયાભાઈ,બળદેવભાઈ,દીપકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.. અને વહેલી સવારે લાડુવાની વહેંચણી કરવામાં આવી હતી.તેવું નવિનભાઈ મકવાણા (રાધાણી) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કચ્છ,ભીમસર,નવીનભાઈ મકવાણા 9974533847

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY