આરુષિ હત્યાકેસઃ તલવાર દંપતિની સુપ્રીમમાં ફરી સુનાવણી થશે

0
11

ન્યુ દિલ્હી,તા.૧૦
દેશભરમાં ચકચાર મચાવનારા આરૂષિ અને હેમરાજ મર્ડર મિસ્ટ્રી કેસમાં ઈલાહાબાદ હાઈકોર્ટ દ્વારા રાજેશ તલવાર અને નુપૂર તલવારને છોડી મુકવાના નિર્ણય હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તલવાર સંપત્તીને મુક્ત કરવાના ઈલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સુપ્રીમ કોર્ટે સ્વિકારી લીધી છે.
સીબીઆઈની અરજી સ્વિકારતા દેશની વડી અદાલતે કહ્યું છે કે, સીબીઆઈની અપીલની સાથો સાથ તલવાર દંપતિના નોકર હેમરાજની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી પણ હાથ ધરવામાં આવશે.
ગત વર્ષે ૧૨ ઓક્ટોબરે ઈલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીકે નારાયણ અને જસ્ટિસ એકે મિશ્રાએ તલવાર દંપતિને શંકાનો લાભ આપતા તેમની ૧૪ વર્ષની દિકરી અને નોકર હેમરાજની હત્યાના આરોપોમાંથી મુક્ત કર્યાં હતાં. બંનેની હત્યા નોએડાના જળવાયુ વિહાર વિસ્તારમાં ૧૬ મે, ૨૦૦૮ના રોજ કરવામાં આવી હતી.
ઈલાહાબાદ હાઈકોર્ટે ગાઝિયાબાદની સીબીઆઈ અદાલતનો ૨૬ નવેમ્બર, ૨૦૧૩ના રોજ તલવાર દંપતિને આજીવન કેદની સજાના નિર્ણયને પલટી નાખ્યો હતો અને તલવાર દંપત્તિને છોડી મુકવાનો આદેશ કર્યો હતો. આરુષિની તેના બેડરૂમમાં જ હત્યા નિપજાવવામાં આવી હતી. આ મામલે પહેલા નોકર હેમરાજ પર શંકા ગઈ હતી. પરંતુ બીજા દિવસે ઘરના ધાબા પરથી હેમરાજનો મૃતદેહ મળી આવતા આ મર્ડર મિસ્ટ્રી હવે ડબલ મર્ડરમાં ફેરવાઈ ગઈ હતી.
ઉત્તર પ્રદેશ પોલીસે રાજેશ તલવાર પર તેમની દિકરી આરુષિની હત્યાનો આરોપ લગાવ્યો હતો. રાજેશ તલવારની ૨૩ મે ૨૦૦૮ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૩૧, મે ૨૦૦૮ના રોજ સીબીઆઈએ આ કેસને પોતાના હાથમાં લીધો હતો અને પ્રારંભીક તપાસમાં આરૂષિના માતા-પિતાને છોડી મુક્્યા હતાં, પરંતુ બાદમાં તલવાર દંપત્તિને બંનેની હત્યાઓ માટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY