કેવડિયામાં ઉત્તરાણની રાત્રે 2.31 લાખની માલમત્તા કોને ગુમાવી…? જુવો આ અહેવાલ 

0
48

ઉત્તરાણની રજા અને શિયાળાની ઠંડીનો લાભ લઈ કેવડિયામાં તસ્કરોએ 2.31 લાખના મુદામાલની ચોરી કરી ફરાર 

એકજ રાતે અલગ અલગ જગ્યાએ બે દુકાનો અને છ મકાનોના તાળા તોડી ચોરટાઓ રોકડ ,સોનાચાંદીના દાગીના સહિતની ચોરી કરી ફરાર થતા પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર અનેક સવાલ 

રાજપીપળા : નર્મદા જિલ્લો હાલ કેવડિયા પાસે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વભર માં જાણીતો બન્યો છે ત્યારે એજ કેવડિયા ગામમાં પોલીસને લપડાક મારતી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે

કેવડિયા કોલોની ખાતે ઉત્તરાયણના એકજ દિવસમાં ચોરટાઓએ મોટી હાથ સફાઈ કરી જેમાં 14 મી તારીખે એકજ રાતે બે દુકાનો અને છ ઘરોના તાળા તોડી લાખોની ચોરી થયા બાબતે કેવડિયા પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસની ઊંઘ હરામ થઈ જવા પામી છે.જેમાં ફરિયાદ આપનાર પંકજભાઈ પટેલ સહિત બીજા એક ની મળી બે દુકાનોના શટર તોડ્યા બાદ ગામમાં બીજા છ મકાનોના તાળા તોડી કોઈ અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા 1,11,800/- અને સોના ચાંદીના દાગીનાના રૂપિયા 1,19,800/- મળી કુલ રૂપિયા 2,31,100/- ની ચોરી કરી ચોરો ફરાર ફરાર થઈ ગયા હતા ત્યારે ઉત્તરાયણ ની રજા માણવા ગયેલા લોકો ને આ બાબતની જાણ થતા કેવડિયા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY