૪૨ દેશોના મીડિયા પ્રહરી,ટ્રાવેલ બ્લોગર્સ તથા અતિથિ મહેમાનોને સ્વામીજીએ સંબોધિત કર્યા હતાં.
ભુજ :આધ્યાત્મિક ભૂમી નેપાળ દેશ દ્વારા અધ્યાત્મિકતામાં નેપાળનું મહત્વ અને ધ્યાન સાધના માટે નેપાળનું મહત્વ અને આધ્યત્મિકતાના પ્રચાર પ્રસાર હેતુ નેપાલ સરકારના નેપાલ ટુરિઝમ બોર્ડ દ્વારા સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીને ગુડ વિલ એમ્બેસેડર વિઝીટ નેપાળ યર 20-20 નિયુક્ત કરવામાં આવેલ છે, જેના ઉપલક્ષે શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનું નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી દ્વારા મોમેન્ટો અર્પિત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજમાં સત્યની ખોજ પાછળ લાલઈત સ્વામીજીની શોધ નેપાળમાં સમાપ્ત થઈ હતી.
નેપાળ સ્થિત શિબુ ગામે સ્વામીજીને તેમના ગુરુ શિવબાબા દ્વારા આત્મસાક્ષાત્કાર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને ત્યાંથી જ તેમની એક સામાન્ય મનુષ્યથી સદગુરુ સુધીની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થઈ હતી.આમ, નેપાળથી એક આધ્યાત્મિક ક્રાંતિના યુગની શરૂઆત થઈ અને સમર્પણ ધ્યાન યોગ રૂપી આત્મજ્ઞાનની જ્યોત વર્તમાન સમયમાં વિશ્વના ૩૨ દેશો સુધી પહોંચી ચૂકી છે.
હિમાલય એટલે કે વિશ્વનું સહસ્ત્રાર અને તેની તળેટીમાં સ્થિત નેપાળ દેશ પ્રત્યે કૃતજ્ઞતા વયક્ત કરવાના હેતુથી સ્વામીજીએ નેપાળ ટુરીઝમ એમ્બેસેડરની નિયુક્તિ માટે પોતાની સહમતી દાખવી છે અને નેપાળની પ્રજાને આત્મજ્ઞાનની અનુભૂતિ માટે સમર્પણ ધ્યાન યોગને અનુલક્ષીને કાર્યક્રમો યોજવામાં આવે છે ,જે પૈકીના એક કાર્યક્રમમાં હિમાલય ટ્રાવેલ માટેના કાર્યક્રમમાં ૪૨ દેશોના મીડિયા પ્રહરી,ટ્રાવેલ બ્લોગર્સ તથા અતિથિ મહેમાનો ને સંબોધિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતુ.
સંબોધનમાં સ્વામીજીએ ધર્મ,પરમાત્મા,સદગુરુ,સમર્પણ ધ્યાન સંસ્કાર વિશે વિસ્તાર પૂર્વક પ્રવચન આપ્યું હતું.હિમાલય સુધીની યાત્રા વિશે વિગતવાર જણાવ્યું હતું.
નેપાળના પ્રધાનમંત્રીએ સ્વામીજીને તેમનું આમંત્રણ સ્વીકારવા બદલ તેમજ ધ્યાન તથા ટુરીઝમ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સ્વામીજીએ નેપાળમાં ફરજ બજાવી રહેલ ભારતીય એમ્બેસેડર મનજીત સિંઘ પૂરીને પણ શુભેચ્છા મુલાકાત પાઠવી હતી.
પત્રકાર ગૌતમ બુચિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



