મકરસંક્રાંતિ પર્વે પર્યાવરણ, પક્ષીઓ અને માણસોની સુરક્ષા માટે સમજ કેળવાઈ

0
6

કોલેજના વિદ્યાર્થીઓને કરૂણા સંસ્થા દ્વારા માર્ગદર્શન અપાયું
સુરત, તા.૪
સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ એનએસએસ ગ્રુપના વિદ્યાર્થીઅો સાથે કરૂણા સંસ્થા તથા જિલ્લા એનિમલ વેલ્ફેર ઓફિસર (એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા) દ્વારા આગામી મકરસંક્રાંતિને કઈ રીતે સમજણ પૂર્વક ઉજવવી તેમજ પર્યાવરણ, માણસ તથા પક્ષીઓના જીવન જાખમાય તે બાબતે કાળજીની સમજણ કરૂણા સંસ્થાના કાર્યકર શ્રી પાર્વિક સીરિયા દ્વારા આપવામાં આવેલ.
૮૦૦ જેટલા યુવાન કોલેજીયન વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ સ્વૈચ્છીક રીતે હવે ભવિષ્યમાં તેમજ આ ઉત્તરાયણમાં પતંગ ન ચગાવવા બાબતે પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ બીજા નાગરિકોને આ બાબતે સમજણ આપવા કટીબદ્ધ થયા હતા.
તેમજ કોલેજના યુવાન વિદ્યાર્થીઓઆ ઉત્તરાણયનો સાચી સમજણ મેળવી પરિવાર સાથે દાન ધર્મ તેમજ જીવ રક્ષાની સંસ્થાઓ સાથે સહયોગી બની આ તહેવારને ‘લાઈફ સેવિંગ ઉત્તરાયણ’ બનાવશે. અંતમાં કરૂણા સંસ્થાના ટ્રસ્ટી ધરણેન્દ્ર રોધવી તથા જયેશભાઈએ કોલેજના જવાબદાર પ્રોફેસર વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરતા અચ્છે દિન આ ગયે… પક્ષીઓના સાથે કાર્યક્રમ પૂર્ણાહુતિ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY