હળવદના પર્યાવરણ અને પક્ષી પ્રેમી 70 વર્ષીય બચુ ભાઈ ઉર્ફે માવજી હરજી ભાઈ પટેલ મહીનામાં ત્રણ વખત કૂતરાઓને લાડુ બનાવીને ખવડાવે છે..પોતે લાડુ બનાવી પોતાના ટુ વહીલરમાં પ્રતાપગઢ , જુના દેવળીયા , નવા દેવળીયા , ચરાડવા સહિતના ગામોમાં શેરીએ શેરીએ જાય છે.અને લાડુ કૂતરાઓને ખવડાવે છે.કૂતરા તેમની અગાઉથી રાહ જોઇને જ બેઠા હોય છે કુતરાઓ હોંશે હોંશે લાડુ આરોગે છે તો તેમણે નવા દેવળીયા તળાવની પાળ પર 475 જેટલા વૃક્ષો ઉછેર્યા છે ખાસ વાત એ છે કે , ત્રણ વર્ષના સમયગાળામાં અહીં ઘટાદાર વૃક્ષો ઉછેર્યા છે જે પર્યાવરણ ક્ષેત્રે પ્રશંશનિય કામગીરી છે.સરકાર વૃક્ષો વાવે છે …ઘટાદાર વૃક્ષોનો છાયા માં બાળકો અહીં હીંચકો , લપસણી સાથે રમવા આવે છે.અહીં પક્ષીઓ માટે મોટો ચબુતરો આવેલો છે જેમાં દરરોજ 30 કિલો ચણ નાખવામાં આવે છે.જેમાં મોર , કબૂતર , ચકલા , બતક , હોલા, કાબર સહિતના પક્ષીઓ ચણવા આવે છે.ચબૂતરાની ફરતે ઘટાદાર ચાર વડ અને પચાસ લીમડાનો ઉછેર થઈ રહ્યો છે તો અહીં આઠ થી દસ અવાડાઓમાં દરરોજ સફાઈ કરી શુદ્ધ પાણી ભરવામાં આવે છે.આમ તેઓ આખા દિવસ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિમાં કામગીરી બજાવી રહ્યા છે..સરકાર ફોરેસ્ટ ખાતાની મદદથી દર વર્ષે લાખો વૃક્ષો વાવે છે પણ તેના વિકાસનો ક્યાંય તાળો મળતો નથી ત્યારે દેવળીયાના પર્યાવરણ પ્રેમીએ માત્ર ત્રણ વર્ષમાં ઘનઘોર વૃક્ષો ઉછેરી નવી મિશાલ કાયમ કરી છે।
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





