ખેડા,તા.૧૮
ખેડામાં મોડી રાત્રે લક્ઝરી બસ પટલી જતાઅકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે લક્ઝરીમાં સવાર મુસાફરો પૈકી ૨૫થી વધુ મુસાફરોની ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર આવી બચાવ કામગીરી શરૂ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે ખેડાના કઠલાલ ભાનેર કલોલી ગામ પાસેથી અમદાવાદ પાર્સીંગની ખાનગી લક્ઝરી બસ પસાર થતી હતી. ત્યારે બસ ચાલકે અચાનક સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઇ હતી.
અચાનક બસ પલટી જતાં મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. આ અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર મુસાફરો પૈકી ૨૫થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોએ લક્ઝરી બસમાંથી બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




