હાજીપીર સુધીના રોડને ડબલ બનાવવા માટે શું તંત્ર મોટા આંદોલનને આમંત્રણ આપવવા માગે છે ?!

0
1534

ભુજ કચ્છ: હાજીપીર બન્ની લડાયક મંચના પ્રમુખ યાકુબભાઈ મુતવાએ જંગ એ ગુજરાત સાથે વાતચીતમાં હાજીપીર સુધીનો રોડ બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી. દેશલપર (ગું) હાજીપીર સુધીનો ૩૨ કિ.મિ.નું રોડ વર્ષોથી ડબલ બનાવમાં માટે અનેક રજૂઆતો થયેલી છે છતાં પણ આ રોડનું નવિનીકરણ કરવામાં આવતો નથી. અનેક રસ્તા એવા બન્યા છે જેનાથી ૧૦ ગણી વધુ ટ્રાફિક હાજીપીર રોડ ઉપર હોય છે. અર્ચીયન કંપનીની નમક ભરેલ ઓવરલોડ ટ્રકો હોય કે પછી સત્યસ કંપનીની રેતી અને ઓવરલોડ મેટલ હોય કે પછી હાજીપીર બાબાનું મેળો હોય કે દર્શન કરવા આવતા બારેમાસ ટ્રાફિક તો હોય છે છતા પણ દેશલપર થી હાજીપીર સુધીનો રોડ ગંભીર છે. અવાર-નવાર અકાસ્માતો થતા જ હોય છે વહીવટીતંત્રની કિનાખોરીના કારણે આ રોડ બનેલ નથી તેવું લાગી રહ્યું છે,અનેક લોકોએ પોતાનું જીવ આ રોડ ઉપર ગુમાવ્યો છે. આ રોડ વિષયે નેતાઓ દ્વારા ૨૦૧૫થી રજૂઆતો કરી આવેદન પત્રો આપવામાં આવ્યા છતાં પણ રોડ બન્યો નહીં પરંતુ હજી સુધી રજૂઆતો ચાલુ છે છતા પણ વહીવટી તંત્રની લાપ્રવાહી અને કિનાખોરી હોય તેમ લાગી રહો છે. નેતાઓ દ્વારા અનેક વખત ટી.વી. ચેનલો ઉપર સાંભળ્યો હતો કે રોડ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે. ચક્કાજામ કરવામાં આવશે પણ કોઈ પણ એવું મોટું આંદોલન હાજીપીર રોડ માટે કરવામાં આવ્યો નહીં તેના કારણે રોડ બનાવવામાં નથી આવતું શું તંત્ર મોટા આંદોલનને આમંત્રણ આપે છે!!

સ્થાનિક લોકો દ્વારા અવારનવાર રજૂઆતો કરી છે પણ વહીવટી તંત્રને હાજીપીર રોડમાં રસ ન હોય તેમ લાગી રહું છે.જાગૃત લોકો દ્વારા રેલી અને ઉપવાસની ચીમકીઓ માત્ર ચીમકી રહી હોય તેમ સ્પષ્ટ લાગી રહુ છે હાજીપીર રોડ માટે બીનસ્વાર્થી આંદોલન કોણ કરશે?? તે જોવાનું રહેશે હાલમાં જેટલા આંદોલનો થયા છે એનાથી લાગી રહું છે કે તંત્ર ઉપર કોઈપણ પ્રકારનું અસર થતી નથી.

હાજીપીર રોડ માટે શક્તિ સિંહ ગોહિલએ દરખાસ્ત કરી હતી, વિનોદભાઈ ચાવડાએ કરી હતી, પ્રદ્યુમનસિંહ જાડેજા કરી હતી, દરખાસ્તો નહીં જોબ.નંબર કોણ લાવશે. મોટા આંદોલન પછી રોડ કામના જોબ નંબર મળશે શું રોડ બનાવા સ્થાનિકોને રોડ ઉપર આવું પડશે?? એવા અનેક પ્રશ્નોથી સ્થાનિકો પીડાઈ રહયા છે.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY