ભરૂચ એલ.સી.બી નેશનલ હાઇવે પર થી શંકાસ્પદ લોખંડ ભંગાર નો ટેમ્પો ઝડપી પાડ્યો 

0
352

ભરૂચ : ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના મુજબ ભરૂચ LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.એન.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સારૂ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા પો.સ.ઇ

એ.એસ.ચૌહાણ તેમજ ટીમ ના પોલીસ માણસો અંક્લેશ્વર ને.હા.નં-૪૮ ઉપર પેટ્રોલીંગ મા હતા
દરમ્યાન પાનોલી ઓવરબ્રીજ નજીક સુરત થી અંક્લેશ્વર તરફના ટ્રેક ઉપર એક નંબર વગરના ટેમ્પા તથા તેમા ભરેલ લોખંડ ના ભંગાર સાથે સાથે ત્રણ ઇસમો (૧) શાહઆલમ અનવરખાનખાન ઉ.વ.-૨૩ તથા (૨) પપ્પુ લેશમહંમદ ખાન ઉ.વ.-૨૨ બન્ને રહે-હાલ-સુપર માકેટ,નસરુભાઇ ની રૂમમા ભાડેથી.ભડકોદ્રા તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-ટનટનવા બિશુનપુર તા-તુલસીપુર થાના-પચપેડવા જી-બલરામપુર ઉત્તરપ્રદેશ તથા (૩) પરવેઝઅહેમદ ઉર્ફે જલાલ મહંમદહનીફ
ખાન રહે-હાલ-ગુલેશન-એ-ફેઝ સોસાયટી,મ.નં-સી/૪/૨૦૨,હોટલ લોર્ડઝ પ્લાઝા ની સામે,અંકલેશ્વર જી-ભરૂચ મુળ રહે- લાલજોત પાલા પોસ્ટ-મિર્ઝાપુર તા.જી.બલરામપુર ઉત્તરપ્રદેશ નાઓ શકમંદ હાલતમા મળી આવતા. તેઓ પાસે ટેમ્પા ના તથા તેમા ભરેલ લોખંડ ના ભંગાર અંગેના આધાર-પુરાવા માંગતા નહી હોવાનુ જણાવેલ જેથી તેઓએ આ મુદ્દામાલ ગુનાહીત પ્રવુતિથી મેળવેલ હોવાનુ જણાતા તેઓના કબ્જામાંથી મળી આવેલ રજી.નંબર વગર નો ટેમ્પો કી.રૂ.
93,૦૦,૦૦/- તથા તેમા ભરેલ લોખંડ નો ભંગાર કુલ ૩૪૮૦ કી.ગ્રા જેની કી.રૂ. ૬૯,૬૦૦/-મળી કુલ કી.રૂ. ૦૩,૬૯,૬૦૦/- નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે અને ત્રણેય ઇસમોની વધુ તપાસ અર્થે અટકાયત કરવામા આવેલ છે. તેમજ તપાસ હાથ ધરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY