ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડઃ ૪ આરોપીઓ ઝડપાયા

0
12

વડોદરા,તા.૨૧
ભરેલા ગેસ સિલિન્ડર્સમાંથી ગેસ ચોરી કરવાનું કૌંભાડ વડોદરા પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે આ ગુનામાં ૩ લાખના મુદ્દામાલ સાથે ૪ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ફરાર થઇ ગયેલા ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. આર.સી. કાનમીયાએ જણાવ્યું હતું કે, પી.એસ.આઇ. એ.ડી. મહંતને મળેલી બાતમી મળી હતી કે, સિટી પોલીસ મથકની હદમાં નિલેશ હરીશ કહાર, હરીહર એપાર્ટમેન્ટની પાછળ કુતરાવાડીમાં ધ્રવુસ ગેસ એજન્સીના ભરેલા સિલિન્ડર્સમાંથી ગેસ ચોરી કરીને ખાલી સિલિન્ડરોમાં પાઇપ દ્વારા ગેસની ચોરી કરી રહ્યા છે. પોલીસે દરોડો પાડી હિતેષ ગોરજી વસાવા (રહે. સયાજીપુરા), ફૈઝાનખાન બસીરખાન પઠાણ (રહે. વાડી બાવામાનપુરા), મહેશ રમેશ ગોદડીયા (રહે. વાડી વુડાના મકાન) અને પરવેઝ વાઝીદ શેખ (રહે. માંડવી)ની ધરપકડ કરી હતી. જ્યારે નિલેશ કહાર સહિત ૪ને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY