ભુજમાં સપ્‍તધારાથી સ્‍વાસ્‍થ્‍ય સુધીનો વર્કશોપ યોજાયો

0
47

ભુજ : કમિશ્‍નર ડો. જયંતિ રવિના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં દરેક જીલ્‍લામાં સપ્‍તધારાથી લોકોનું સ્‍વાસ્‍થ્‍ય કેમ સુધારવાનું આહવાન આપ્‍યું હતું.

કચ્‍છ જીલ્‍લામાં સપ્‍તધારા થી સ્‍વાસ્‍થ્‍ય સુધીનો વર્કશોપ મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. પંકજકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ ગત તા.૨૯/૧૧/૧૮ ના રોજ સહયોગ હોલ મધ્‍યે વર્કશોપ યોજાયો હતો. શાબ્‍દીક સ્‍વાગત ડો.આર.કે. ભાર્ગવ ધ્‍વારા કરવામાં આવ્‍યું હતું.

કચ્‍છ જીલ્‍લા પંચાયત ઉપપ્રમુખ નિયતિબેન પોકારના હસ્‍તે વર્કશોપને ખુલ્‍લો મૂકાયો હતો. અતિથિ વિશેષ તરીકે જીલ્‍લા પંચાયતના જાહેર આરોગ્‍ય સમિતિના ચેરમેન ફુલાબેન મ્‍યાઝરભાઈ છાંગા ઉપસ્‍થિત રહયા હતા. જીલ્‍લા પંચાયતના ઉપપ્રમુખ નીયતિબેન પોકારે દરેક આરોગ્‍યના કર્મચારીઓને સપ્‍તધારાથી સ્‍વાસ્‍થ્‍ય સુધીની સફર ગુણવતા સભર પાડવા  માટે અનુરોધ કર્યો હતો.

અધિક જીલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. પી.એન.કન્‍નર એ સપ્‍તધારાથી સ્‍વાસ્‍થ્‍ય સુધી શું છે તે અંગે પ્રાસંગિક પ્રવચનમાં નીતિ આયોગના ૧૧ મુદાઓને સાત સપ્‍તધારા ધ્‍વારા કેમ પ્રદર્શિત કરી શકાય તેની જાણકારી આપીને આરોગ્‍યના ૭ લાભાર્થીઓ કિશોરી, સગર્ભા, પ્રસુતા, ધાત્રી માતા, ૦ થી પ વર્ષના બાળકો, લક્ષિત દંપતિઓ અને જુદા જુદા રોગોને કેવી રીતે અટકાવી શકાય તેની સમજણ આપી હતી. જીલ્‍લાના દસે દસ તાલુકાની જુદી જુદી કૃતિઓ ધ્‍વારા ગરબા, નાટક, એકપાત્ર અભિનય, કટપુતલી અને ડાન્‍સ, ગીત-સંગીત તથા જ્ઞાનધારા ધ્‍વારા લોકોનું આરોગ્‍ય કેમ સુધારવું તે અંગે વર્કશોપમાં કૃતિ રજુ કરાઇ હતી.

ગાંધીનગરના સ્‍ટેટ આઈઇસી અધિકારી ચંદ્રેશ સનીશ્ચરાએ આરોગ્‍ય માટે લોકોનું સ્‍વાસ્‍થ્‍ય કેવી રીતે સુધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. તાલુકાની તમામ કૃતિને એવોર્ડથી તેમજ ભાગ લેનાર દરેક વ્‍યકિતને પ્રમાણપત્ર આપી સન્‍માન કરાયું હતું.

વર્કશોપમાં જુદા જુદા કર્મચારીઓ ધ્‍વારા પોસ્‍ટર્સથી આરોગ્‍યની સેવાઓ પ્રદર્શન કરી હતી. તે ઉપરાંત આરોગ્‍યના કર્મચારીઓ નીતિ આયોગના ૧૧ મુદાઓ પરથી સરળ રંગોળી  પણ બનાવવામાં આવેલ.  આરોગ્‍યની સાપસીડી પણ પ્રદર્શિત કરાઇ હતી.

કાર્યક્રમનું સંચાલન કલ્‍પનાબેન મહેતાએ જયારે આભાર વિધિ ડો. ડી.કે. ગાલા અને કાર્યક્રમનું આયોજન જીલ્‍લા આઈ.ઈ.સી. અધિકારી પ્રવિણાબેન શ્રીમાળી, સંજય મહેતા, અશોક પરમાર અને કિશોરસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની શરુઆત માધાપર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના લેબ ટેકનીશીયન કલ્‍પનાબેન ધ્‍વારા પ્રાર્થના થી શરુઆત કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY