ભુજ : ગુજરાતના રાજયપાલ ઓ.પી.કોહલીએ ધ્વજદિન નિમિતે એક સંદેશમાં જણાવ્યું છે કે, અપ્રતિમ સાહસ-શૌર્ય અને અનનય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા આપણે પ્રતિ વર્ષ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરીએ છીએ.યુધ્ધ તથા શાંતિના સમયમાં સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે. આપણા રાષ્ટ્રની વિશાળ સીમાઓના રક્ષણ માટે જયારે-જયારે હાકલ પડી છે, ત્યારે ત્યાણે આપણી સશસ્ત્ર સેનાઓએ બેજોડ સાહસ, શૌર્ય અને કર્તવ્યનિષ્ઠતાના દર્શન કરાવ્યા છે અને રણભૂમિમાં તેમની સર્વશ્રેષ્ઠ કાર્યદક્ષતાનું ઉદાહરણ પુરું પાડે છે.રાજયના તમામ નાગરિકોને હાર્દિક અપીલ કરતાં તેમણે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ઉદાર હાથે ફાળો આપી તેમના પ્રત્યેનું ઋણ અદા કરવા જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



