બાયસિકલ મેયર ડૉ.ભૈરવી જોષીની નવી પહેલ : શાળાઓમાં સાયકલિંગ ભણાવશે

0
12

નેશનલ પોલ્‍યુશન કંટ્રોલ ડે નિમિત્તે બાઇસિકલ મેયર ડૉ. ભૈરવી જોષીના પ્રયત્‍નોના ભાગરૂપે હવે બાળકો શાળામાં સાયકલિંગને વિષય તરીકે ભણશે. પ્રદૂષણ ઓછું થાય એ માટે સાયકલિંગ શ્રેષ્‍ઠ ઉપાય છે. વલસાડના બાયસિકલ મેયર ડૉ.ભૈરવી જોષી સૌથી વધારો લોકો સાયકલિંગ કરતા થાય એ દિશામાં કામ કરી રહ્યા છે. એમના પ્રયત્‍નોના ભાગરૂપે વલસાડની શેઠ આર.જે.જે. હાઇસ્‍કૂોલ અને કુસુમ વિદ્યાલયે હવે ટાઇમટેબલમાં સાયકલિંગનો પીરીયડ ઉમેરવાની જાહેરાત કરી છે.

બાયસિકલ મેયર ડૉ.ભૈરવી જોષી કહે છે કે, દિલ્‍હીમાં પ્રદૂષણનો રેશિયો સીમા ઓળંગી ગયો છે. ત્‍યાંના લોકોએ માસ્‍ક પહેરીને ફરવું પડે છે. ટૂંક સમયમાં જ બીજા શહેરોની હાલત પણ દિલ્‍હી જેવી થઇ શકે છે. આ માટે નાગરિક તરીકે આપણે જ જાગૃત થવું જોઇએ. સાયકલિંગ એક આદત બને એ માટે બાયસિકલ મેયર તરીકે હું શહેરની જુદી-જુદી શાળાઓમાં બાળકોને સાઇકલ ચલાવવા પ્રેરિત કરવા માટે જતી હતી. જેથી મને વિચાર આવ્‍યો કે શાળાઓમાં જેવી રીતે ફીઝીકલ એજ્‍યુકેશનનો એક પીરીયડ હોય છે, એવો જ પીરિયડ સાયકલિંગનો કેમ ન હોઇ શકે? જે અંગે શાળાના આચાર્યો અને જિલ્લા શિક્ષણાધિકારીને વાત કરતાં તેમણે આ વિચારને વધાવી લીધો હતો.

શાળાના ટાઇમટેબલમાં સાયકલિંગનો પીરિયડ દાખલ કરવાના વિચારની વલસાડની બે શાળાઓએ વધાવી લીધો છે. આ શાળાના બાળકોને પંદર દિવસમાં એકવાર સાયકલિંગનો વિષય ભણાવાશે. જેમાં સાયકલિંગથી થતા ફાયદાથી લઇને સાયકલિંગ કરાવવા સુધીની એક્‍ટીવીટી પણ કરાવાશે.

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ પટેલે જણાવે છે કે, ડૉ.ભૈરવી જોષીનો આ  વિચાર બાળકોના ભવિષ્‍ય માટે તો પ્રેરણાદાયી છે જ પણ દરેક નાગરિકો સાયકલિંગ કરતા થશે તો પ્રદૂષણ પણ ઓછું થઇ શકશે. શાળાના ટાઇમટેબલમાં સાયકલિંગને વિષય તરીકે દાખલ કરવા માટેનું આયોજન કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY