ભુજ : નાગરિક સંરક્ષણની પાયાની તાલીમમાં નાગરિક સંરક્ષણ દળની રચના, કાયો, ફરજો અને યુધ્ધજેવી પરિસ્થિતિમાં નાગરિકોએ કરવાની રહેતી કામગીરી ના.સંના સંદેશાવ્યવહારનાં સાધનો ની જાણકારી ના.સંનાં તાલીમ અધિકારીએ વિગતે તાલીમ આપવા તા.૨૩/૧૧ થી પ દિવસનું આયોજન કરાયું હતું.
આપતિનાં સમયે રાહત અને બચાવની કામગીરીનું ભુજ નગરપાલીકા ફાયર વિભાગના સચીનભાઇ પરમાર અને તેમની ટીમ દ્રારા ફાયર ડેમોટ્રેશનથી નિર્દેશન કરીને રાહત અને બચાવની જાણકારી આપવામાં માં આવેલ હતી.
રાજય સરકાર દ્રારા સંચાલીત અભયમ મહીલા હેલ્પ લાઇન ૧૮૧ના ઇનચાજૅ વાહન સાથે આવીને મહીલાઓને કેવા પ્રકારની મુશ્કેલીમાં ૧૮૧ની સેવા મળી રહે છે. તેની માહીતી આપવામાં આવેલ હતી.
આ તાલીમમાં ૧૦૮ સેવાની જાણકારી તેમજ રેડકોષૅ ભુજનાં માનદ ટ્રેનર અને નાગરિક સંરક્ષણનાં તાલીમ મેળવેલ મીરા સાવલીયા તેમજ પ્રશાંત ઠકકરે અકસ્માતમાં ઇજા પામેલ વ્યકિતઓને સ્થળ પર તબીબી મદદ મળે તે પહેલા કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપીને તેઓનું જીવન બચાવી શકાય તે અંગે લેકચર અને ડેમોસ્ટ્રેશથી વિગતે જાણકારી આપવામાં આવી હતી.
ગત તા.૩૦/૧૧/૨૦૧૮ના તાલીમ સંપન્ન સમયે તાલીમ અધિકારીએ આ તાલીમને ખાસ પ્રકારની ગણાવીને કહયુ કે, બી.એડની તાલીમ લઇ રહેલ મહીલાઓ જે આવતીકાલનાં ભાવી શિક્ષક છે., તેઓએ મેળવેલ નાગરિક સંરક્ષણની તાલીમને ભવિષ્યમાં તેઓ શિક્ષક બનશે ત્યારે વિધાર્થીઓને નિયમિત સમયે આશંકી તાલીમ આપતા રહેશે તો આ તાલીમનો વ્યાપ વધશે જે ધણુ મહત્વનું છે. નાગરિક સંરક્ષણની સેવામાં જોડાઇને રાષ્ટ્રની સેવા કરવા તાલીમાર્થીઓ અને શિક્ષકગણને અપીલ કરવામાં આવેલ હતી.તાલીમમાં માં આશાપુરા કોલેજનાં ટ્રસ્ટીઓનો, આચાયૅશ્રી તેમજ શિક્ષકગણનો ખુબજ સહયોગ સાંપડયો હતો. અને તાલીમાર્થીઓ રસપુવૅક તાલીમ મેળવી હતી, તેવું ટ્રેઇન્ડ ઈન્સ્ટ્રકટર, નાગરિક સંરક્ષણ, ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



