ન્યુ દિલ્હી,તા.૨૦
ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન બરાબરનું ધુંધવાયું છે. પાકિસ્તાન લાઈન ઓફ કંટ્રોલ પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે જેનો આપણા જવાનો પણ જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. ભારતીય સેનાની બે અત્યાધુનિક અને નવા જ બે હથિયારો મળ્યા છે, જેના કારણે પાકિસ્તાનને આકરો જવાબ આપવામાં આવી રહ્યો છે.
જમ્મૂ ડિવિઝનના સેક્ટરમાં ભારતીય સેના નવી સ્નાઈપર રાઈફલ વડે પાકિસ્તાની સેનાને જારદાર જવાબ આપી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે, ભારતની આ વળતી કાર્યવાહીના પગલે પાકિસ્તાનને ભારે નુંકશાન થયું છે.
પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે કે માટે ભારતે પણ તેને તેની જ ભાષામાં જવાબ આપવાનું નક્કી કરી લીધું છે. આ વખતે જે બે નવી સ્નાઈપર રાઈફલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં Lapua Magnum અને Beretta સમાવેશ થાય છે. આ બંને રાઈફલ જુદા જુદા કેલિબરની છે, જેના કારણે ભારતીય જવાનો પાકિસ્તાનને ભારે નુંકશાન પહોંચાડી રહ્યાં છે.
Lapua Magnum સ્નાઈપર ફિનલેન્ડની એક કંપની બનાવે છે. તેનો ઉપયોગ અફઘાનિસ્તાન અને ઈરાક યુદ્ધમાં અમેરિકા દ્વારા કરવામાં આવી ચુક્વ્યો છે. દુશ્મનોના કિલ્લાને ભેદવા માટે આ હથિયારને સૌથી અસરકારક માનવામાં આવે છે.
તેવી જ રીતે Beretta રાઈફલની વાત કરવામાં આવે તો તેને એક જાણીતિ હથિયાર બાનવતી કંપનીએ વિકસીત કરી છે. આ કંપની ઈટાલિયન કંપનીના હથિયારોની દુનિયાભરમાં ચર્ચા થાય છે. Beretta આ કંપનીની મુખ્ય રાયફલોમાંની એક છે. આ કંપની એનક પ્રકારના મેગ્ઝીન પણ બનાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



