મરજી વિરુદ્ધ લગ્ન કરનાર પુત્રીની માતા-પિતાએ સોપારી આપી હત્યા કરાવી

0
1419

રોહતક,તા.૧૨
હરિયાણાના રોહતકમાં મરજી વિરુધ્ધના યુવક સાથે લગ્ન કરનાર પુત્રીની માતા પિતાએ જ સોપારી આપીને હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ૮ ઓગસ્ટે રોહતકમાં એક પોલીસ સબ ઈનસ્પેક્ટર મમતા નામની યુવતીને રોહતકની કોર્ટમાં હાજર કરવા માટે લાવ્યો હતો અને એ પછી તેને લઈને પાછો જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે યુવકોએ યુવતી અને સબ ઈન્સ્પેક્ટરની હત્યા કરી નાંખી હતી.
આ મામલામાં પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મમતાએ પોતાની મરજીથી સિંહપુરા ગામના સોમી નામના યુવક સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા.તે સમયે મમતા સગીર હતી પણ સોમીએ બોગસ દસ્તાવેજા કરીને લગ્ન કરી લીધા હતા.
એ પછી મમતાને દત્તક લેનાર પેતના પિતા રમેશની ફરિયાદના આધારે સોમી અને તેના પિતા સામે કેસ થયો હતો. હાલમાં તેઓ જેલમાં છે પણ મમતાએ પોતાના માતા પિતાના ઘરે જવાનો ઈનકાર કરી દીધો હતો અને નારી સંરક્ષણ ગૃહમાં જવાનુ પસંદ કર્યુ હતુ.
એ પછી મમતાના માતા પિતાએ પોતાના ભત્રીજા મોહિત ઉર્ફે મંગલૂની મદદથી મમતાની હત્યા કરવા માટે યુપીના શાપ શૂટર્સને ૭ લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ શૂટરોએ મમતાની સાથે સાથે સબ ઈન્સ્પેક્ટરની હત્યા એટલા માટે કરી હતી કે તેની પાસે રિવોલ્વર હતી.
આ મામલામાં મમતાના માતા પિતાની પોલીસે ધરપકડ કરી છે અને ફરાર થયેલા મમતાના પિતરાઈની તેમજ શૂટરોની શોધ ચાલી રહી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY